Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

અમદાવાદમાં લાઈવ પરિણામની એએમસી દ્વારા વ્યવસ્થા શહેરમાં વિવિધ વિસ્તારોમાં 32 એલઈડી સ્ક્રીન લગાવાયા

જાહેર માર્ગો પર આવેલા કુલ 32 એલઇડી સ્ક્રીન પર પળેપળની માહિતી

અમદાવાદ :રાજ્યમાં લોકસભા ચૂંટણી 2019 માટેનું મતદાન ગત 23મી એપ્રિલનાં યોજાયું હતું જેનું આજે 23મી મેનાં રોજ મતગણતરી યોજાવવાની છે. દેશનાં વડાપ્રધાન કોણ બનશે. જે માટે જનતાને પળેપળની માહિતી આપવા માટે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગો પર આવેલા કુલ 32 એલઇડી સ્ક્રીન પર પણ મતગણતરી પરિણામને લગતી વિગતો લાઇવ બતાવવામાં આવશે.

  આ અંગે જિલ્લા કલેક્ટર ડો.વિક્રાંત પાંડેના જણાવ્યું હતું કે, 'ગુજરાત કોલેજમાં અમદાવાદ પૂર્વ બેઠકની મતગણતરી હાથ ધરાશે. તેમજ એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ ખાતે અમદાવાદ પશ્ચિમ બેઠકની મતગણતરી હાથ ધરાશે. જેમાં મતગણતરી કેન્દ્રોમાં 441 કર્મચારીઓ-અધિકારીઓ ફરજ બજાવશે. આમ બંને મતગણતરી કેન્દ્રોમાં કુલ 882 કર્મચારીઓ-અધિકારીઓ ફરજ બજાવશે. સવારે પાંચ વાગ્યે તમામ કર્મચારીઓ હાજર થઇ જશે. સવારે ૮ કલાકે મતગણતરી હાથ ધરાશે.'

(12:05 pm IST)