Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

ગાંધીનગરમાં ત્રણ ઈવીએમ ખોટવાયા :ગાંધીનગર ઉત્તર અને વેજલપુરમાં ઈવીએમ ખોટકાતા વિલંબ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ 3 લાખથી વધુની જંગી લીડથી આગળ

ગાંધીનગર :રાજ્યની તમામ લોકસભા બેઠકો પર મતગણતરી શરુ થઇ છે. ગાંધીનગરમાં ગણતરીના સમયે ત્રણ બેઠક પર ઇવીએમ ખોટવાયા છે. ગાંધીનગર ઉત્તર અને વેજલપુરમાં ત્રણ ઇવીએમ ખોટવાયા છે. ગાંધીનગર બેઠક પરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ આ લખાઈ છે ત્યારે ત્રણ લાખથી વધુ મતની લીડથી  આગળ ચાલી રહ્યાં છે.

 ગાંધીનગર લોકસભા બેઠકની મતગણતરી સ્થળે ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મતગણતરી દરમિયાન અને પરિણામ જાહેર થયા બાદ કોઈપણ ગરબડી ન થાય તેવો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
   1980માં પાર્ટીની સ્થાપના બાદ પ્રથમ વખત 1984ની લોકસભા ચૂંટણી લડાઇ ત્યારે ભાજપને માત્ર 2 જ સીટો આવી હતી. તે બે પૈકીની એક સીટ મહેસાણા સીટ હતી. આ 2 સીટથી હાલ ભાજપ 284 સુધી પહોંચ્યું છે. જો કે ઉત્તરગુજરાત પર પહેલાથી જ ભાજપનું પ્રભુત્વ રહ્યું છે. ઉત્તર ગુજરાતે દેશને બે વડાપ્રધાન પણ આપ્યા છે. એક વડાપ્રધાન મોદી જે હાલ વડાપ્રધાન છે. ઉપરાંત અટલ બિહારી વાજપેયી કે જેઓ ગાંધીનગર સીટ પરથી લોકસભા લડી ચુક્યા છે.

(11:51 am IST)