Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

અમદાવાદ પૂર્વ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ગીતાબેન પટેલને કાઉંટિંગ સેન્ટરમાં પ્રવેશતા પોલીસે અટકાવ્યા

લાંબી સમજાવટ બાદ ગીતાબેને પોતાને ઉમેદવાર સાબિત કર્યા હતા

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ઉમેદવાર ગીતાબેન પેટલની પોલીસ સાથે રકઝક થઇ  હતી  કોંગ્રેસના ઉમેદવારને પોલીસે ન ઓળખાતા ગીતાબેન પટેલે પોતાની ઓળખ આપવી પડી હતી અને લાંબી સમજાવટ બાદ ગીતાબેને પોતાને ઉમેદવાર સાબિત કર્યા હતા.ત્યારબાદ આખરે પોલીસે ગીતાબેનને કાઉંટિંગ સેન્ટરમાં પ્રવેશ આપ્યો હતો.

 લોકસભા ચૂંટણી 2019ની મતગણતરી ચાલી રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો માટે આજે મહત્વનો દિવસ છે. ત્યારે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ઉમેદવાર ગીતાબેન પેટલ કાઉંટિંગ સેન્ટર પર અટકાવતા પોલીસ સાથે રકઝક થઇ છે. કોંગ્રેસના ઉમેદવારને પોલીસે ઓળખ્યા જ નહીં, જેથી તકરાર થઇ હતી. પોલીસ ન ઓળખાતે ગીતાબેન પટેલે પોતાની ઓળખ આપવી પડી હતી અને લાંબી સમજાવટ બાદ ગીતાબેને પોતાને ઉમેદવાર સાબિત કર્યા હતા. ત્યારબાદ આખરે પોલીસે ગીતાબેનને કાઉંટિંગ સેન્ટરમાં પ્રવેશ આપ્યો હતો.

(11:49 am IST)