Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

એનડીએ (ભાજપ) ૨૭૫ બેઠક ઉપર આગળ : ગુજરાતની ૨૬માંથી ૨૪ ઉપર ભાજપ આગળ : અમદાવાદમાં કોંગ્રેસના રાજુ પરમાર સતત આગળઃ અમરેલીમાં પરેશ ધાનાણી પણ પાછળ રહી ગયા

ગુજરાતની ૨૬માંથી સવારે આ લખાય છે ત્યારે ૨૪ બેઠક ઉપર ભાજપ આગળ છે. અમિતભાઈ શાહ, મોહનભાઈ કુંડારીયા, પૂનમબેન માડમ સહિતના ઉમેદવારો પ્રચંડ લીડથી આગળ છે. મોહનભાઈ કુંડારીયા ૫૦ હજાર મતોથી આગળ છે. તેમની લીડ કલ્પનાતીત રહેશે તેમ મનાય છે. સૌરાષ્ટ્ર ભાજપની બંને મહિલા ઉમેદવાર ભારતીબેન શિયાળ - ભાવનગર અને પૂનમબેન માડમ - જામનગરથી પ્રચંડ આગળ છે. સુરેન્દ્રનગરમાં કોંગીના સોમાભાઈ ગાંડાથી ભાજપના મહેન્દ્ર મુંજપરા આગળ છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહ ૫૧ હજાર મતથી ગાંધીનગર બેઠક ઉપર આગળ છે. તેમની લીડ પણ કલ્પનાતીત રહેશે

(9:40 am IST)