Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

સુરત- મુંબઇ નેશનલ હાઇવે પર ટ્રકની ટક્કરે કારનો કચ્ચરઘાણ : કોસંબા બ્રિજ પર અકસ્માત :ઇજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડાયા

સુરતથી મુંબઇ તરફ જતા નેશનલ હાઇવે 48 ઉપર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે આ અકસ્માત કોસંબા બ્રિજ ઉપર પસાર થતી કારને નડતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હો. કારમાં સવાર તમામ લોકોને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

   અકસ્માતના પગલે નેશનલ હાઇવે આઠ ઉપર ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા. જેના પગલે કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચીને રસ્તો ખુલ્લો કરાવી આગળની કાર્યવાહી હાથધરી હતી

ઇજાગ્રસ્ત તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. સાથે સાથે હાઇવે ઉપર ચક્કાજામ સર્જાયો હતોવધુ વિગત મેળવાઈ રહી છે 

(9:04 pm IST)