Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

એચઆઇવીગ્રસ્ત યુવક દ્વારા ૧૯ વર્ષીય યુવતી પર દુષ્કર્મ

જુહાપુરામાં બનેલી ઘટનાની વિગત સપાટી ઉપર : સમગ્ર પ્રકરણમાં મહિલા સહિત ત્રણ આરોપીઓની સામે મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ : ઉંડી તપાસ

અમદાવાદ,તા.૨૨ : શહેરના જુહાપુરા વિસ્તારમાં રહેતી ૧૯ વર્ષીય યુવતી પર એચઆઇવીગ્રસ્ત યુવકે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ સમગ્ર પ્રકરણમાં એક મહિલા સહિત ત્રણ આરોપીઓ સામે મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી યુવકે પીડિતાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાનું વચન આપી હોટલમાં તેમજ અન્ય જગ્યાએ લઇ જઇ વારંરવા દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહી, આરોપી યુવકના મિત્રએ પણ ખાવામાં નશીલો પદાર્થ મેળવી યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. આરોપી યુવક પોતે એચઆઇવીગ્રસ્ત હોવાનું જાણતો હોવાછતાં યુવતી સાથે દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી દીધી હતી અને બાદમાં ગર્ભ પડાવી દેવા ધમકી આપી હતી. આ અંગની વિગત એવી છે કે, મૂળ ઇસનપુરની અને હાલમાં જુહાપુરામાં રહેતી ૧૯ વર્ષીય યુવતીને ઇસનપુરના રહેવાસી નિકુંજ વાળા સાથે મિત્રતા થઇ હતી. નિકુંજે યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેને લગ્ન કરવાનું વચન આપ્યું હતું. નિકુંજ યુવતીને જૂન-૨૦૧૮થી રખીયાલ ખાતે આવેલી હોટલ તેમજ ઇસનપુર અને અમરાઇવાડીના મકાનમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું અને તેને ગર્ભવતી બનાવી હતી. બાદમાં નિકુંજના મિત્ર પ્રકાશ બોદાણાએ ઇસનપુરમાં આવેલા મકાનમાં ખાવામાં નશીલો પદાર્થ ભેળવી યુવતીને બેભાન કરી તેની પર દુષ્કર્મ આચર્યું હતું. આરોપી નિકુંજે પોતે એચઆઇવીગ્રસ્ત હોવાનું જાણતો હોવાછતાં યુવતીને તે વાત જણાવી ન હતી અને બાદમાં યુવતી જયારે ગર્ભવતી બની ત્યારે  આરોપી નિકુંજ વાળા તેના મિત્ર પ્રકાશ અને વર્ષા નિકુંજ વાળાએ યુવતીને ગર્ભ પડાવી દેવા ધમકી આપી હતી. જેથી યુવતી દ્વારા સમગ્ર મામલે મહિલા પૂર્વ પોલીસસ્ટેશનમાં ત્રણેય જણાં સામે ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે હવે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

(8:37 pm IST)