Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

તાપીના ડોલવણમાં પ્રેમીપંખીડાએ ઝાડ પર લટકીને ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો :ચકચાર

 

તાપીઃ જિલ્લાના ડોલવણમાં પ્રેમી પંખીડાએ ઝાડ ઉપર લટકી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે ઘટનાની જાણ થતા ડોલવણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથધરી હતી.

  દરમિયાન મૃતક યુવક ડોલવણના બુટલેગર અનિલના ડ્રાઇવરનો દીકરો હોવાનું અને મૃતક યુવતી કાકડકુવાની ચૌધરી સમાજની હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. પ્રેમી જોડાએ આંતરિક કારણોસર આત્મહત્યા કર્યાની માહિતી મળી રહી છે. બંનેના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.

(10:41 pm IST)