Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

ધર્મેશ શાહ છેલ્લે પત્ની અને પુત્રીઓનું મોં જોઇ ન શકયા

પરિવારને ખતમ કરનાર અંતિમવિધિમાં ગેરહાજરઃ ધર્મેશભાઇ આઘાત અને કોઇને મોં બતાવી શકે તેમ નહીં હોઇ સમાજની શરમે હાજર નહી રહ્યા હોવાનું અનુમાન

અમદાવાદ,તા. ૨૩: જજીસ બંગ્લોઝ-બોડકદેવ વિસ્તારમાં આવેલ રત્નમ્ ટાવરમાં રહેતા અને બિલ્ડિંગ કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરતા બિલ્ડર દ્વારા રિવોલ્વર વડે ગાઢ નિંદ્રામાં પોઢી રહેલી પોતાની પત્ની અને અને બે પુત્રીઓની પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ઠાર મારી હત્યા કરવાના ચકચારભર્યા પ્રકરણમાં હત્યારા ધર્મેશભાઇ આજે તેમની પત્ની અને બે પુત્રીઓના અંતિમ સંસ્કાર વખતે પણ હાજર રહ્યા ન હતા. પરિવારને ખતમ કરવાના આઘાત કોઇને મોં બતાવી શકવાની સ્થિતિમાં ના હોઇ તેઓ સમાજની શરમે હાજર ના રહ્યા હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે. આમ, ધર્મેશભાઇ છેલ્લી વખત પોતાની પત્ની અને પુત્રીઓનું મોં પણ જોઇ શકયા ન હતા. ધર્મેશભાઇના પત્ની અમીબહેન અને તેમની પુત્રી હેલી તેમજ દીક્ષાનાં થલતેજ સ્મશાન ખાતે આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ધર્મેશભાઈને અંતિમ સંસ્કારમાં હાજર રાખવા માટે પરિવારજનોએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. પોલીસે તેઓને હાજર રાખવા માટે પમિશન પણ આપી હતી પરંતુ ધર્મેશભાઈ અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા ન હતા. ધર્મેશભાઇ સ્મશાનમાં પરિવારજનો અને પરિસ્થિતિનો સામનો ન કરી શકે તેમ હોઇ અંતિમ સંસ્કારમાં હાજર ન રહ્યા હોવાનું મનાઇ રહ્યું છે. કાળજું કંપાવી દે તેવી બોડકદેવની હત્યાની ઘટનામાં મૃત્યુ પામેલાં અમીબહેન અને તેમની બંને પુત્રી હેલી અને દીક્ષાની આજે સવારે સ્મશાનયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં પરિવારજનો અને ફ્લેટના સ્થાનિક રહીશો જોડાયા હતા. થલતેજ સ્મશાન ખાતે તેઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પરિવારના ત્રણ સભ્યોનાં અંતિમ સંસ્કારને લઇ ભારે ગમગીની અને શોકનો માહોલ છવાયો હતો. પરિવારજનોએ ચોધાર આંસુએ રડી પડ્યા હતા તેમજ ભારે હદયે તેઓના અંતિમ સંસ્કાર કર્યા હતા. ધર્મેશભાઈના પરિવારજનોએ અમીબહેન અને બંને પુત્રીઓના અંતિમ સંસ્કાર સમયે હત્યા કરનાર તેમના પતિ ધર્મેશભાઈને સ્મશાનમાં હાજર રાખવાનો નિર્ણય કર્યો હતો. વસ્ત્રાપુર પોલીસે ધર્મેશભાઈને હાજર રાખવા માટે પરમિશન આપી હતી.

જોકે ધર્મેશભાઇ પત્ની અને બંને પુત્રીઓના છેલ્લી ઘડીએ મોં જોઇ શક્યા ન હતા. કરોડો રૂપિયાના દેવાંના બોજ તળે અનેટેન્શનમાં આવીને પત્ની અનેબંને પુત્રીઓની હત્યા કરનારધર્મેશભાઈ છેલ્લી ઘડીએતેઓના પાર્થિવ દેહને કાંધ તેમજ અગ્નિદાહ પણ કેમ આપી શકયા તેને લઇ ચર્ચાનો વિષય બન્યો હતો. પોતાનાથી પત્ની અને બંને પુત્રીઓની હત્યા થઇ ગઇ હોઇ અને ધર્મેશભાઇ અંતિમ સંસ્કાર સમયે ગમગીન પરિસ્થિતિનો સામનો ન કરી શકે તેમ હોઇ તેઓએ જાતે જ અંતિમ સંસ્કારમાં ટાળ્યું હોવાનું મનાઇ રહ્યું છે.

(8:25 pm IST)