Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

નડિયાદ ટાઉન પોલીસે કુંભનાથ રોડ પરથી વિદેશી દારૂની હેરાફેરી કરતા ઈસમને ઝડપ્યો

નડિયાદ:ટાઉન પોલીસે નાના કુંભનાથ રોડ ઉપરથી લક્ઝુરીયસ કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ઈસમને ઝડપી પાડ્યો હતો. આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

 


પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નડિયાદ ટાઉન પોલીસ નાનાકુંભનાથ રોડ ઉપરથી પેટ્રોલીગંમાં નીકળી હતી આ દરમિયાન પૂરઝડપે પસાર થતી હોન્ડા કારનં જીજે-૦૭ એડી-૨૮૯૪ને ઉભી રખાવી પૂછપરછ કરતા કાર ચાલકે સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેથી કારની તલાશી લેતા કારમાંથી બીયરના ૪૬ ટીન કિંમત રૂપિયા ૪૬૦૦ મળી આવ્યા હતા. જેથી પોલીસે રૂપિયા ૫ લાખની કાર તેમજ બિયરના ટીન મળી કુલ રૂપિયા ,૦૪,૬૦૦નો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે કારચાલકની પૂછપરછ

કરતા શિરીષભાઈ સુનિલભાઈ ભટ્ટ (રહે.બાલાજી સોસાયટી, નડિયાદ) હોવાનું જણાવ્યું હતું. આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(6:33 pm IST)