Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

ગાંધીનગર સે-3માં ઝૂંપડપટ્ટીના 20થી વધુ દબાણોને હટાવાની કામગીરી હાથ ધરાઈ

ગાંધીનગર:માં દબાણોની સમસ્યા નવી નથી ત્યારે સેકટરોમાં ઉભા થતાં ઝુંપડપટ્ટીના દબાણો સંદર્ભે મળેલી વ્યાપક ફરિયાદોના પગલે ગાંધીનગર કોર્પોરેશનની દબાણ શાખા ફરી સક્રિય થઈ છે અને થોડા  દિવસ અગાઉ  શહેરના સે-ર અને સે-૩૦માં પ૦થી વધુ ઝુંપડપટ્ટીના દબાણો હટાવવામાં આવ્યા હતા. ત્યારે આજે સે-૩/ડી માં દબાણ શાખાએ વીસથી વધુ ઝુંપડપટ્ટીના દબાણો હટાવ્યા હતા. જેને લઈ દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે.

 


ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કાચાપાકા દબાણો સામે કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી.જેના પગલે શહેરના સેકટરોમાં ઝુંપડપટ્ટીના દબાણોમાં વધારો જોવા મળ્યો હતો. સેકટરોમાંથી દબાણો અંગે ફરિયાદો મળતાં કોર્પોરેશનની દબાણ શાખાને સક્રિય થવા માટે મ્યુનિ.કમિશનર દ્વારા સુચના આપવામાં આવી હતી.

જે અંતર્ગત થોડા દિવસ અગાઉ દબાણ ટીમે શહેરના સે-ર માં વસાહતની આસપાસ ઉભા થયેલા ઝુંપડપટ્ટીના ૧પથી વધુ દબાણોને હટાવ્યા હતા અને ત્યારબાદ સે-૩૦માં પણ ૪૦થી વધુ ઝુંપડપટ્ટીના દબાણોનો સફાયો કર્યો હતો. ત્યારે આજે દબાણ અધિકારી મહેશ મોડ અને તેમની ટીમે સે-૩/ડીમાં ઉભા થઈ ગયેલા વીસથી વધુ ઝુંપડાના દબાણો હટાવી લીધા હતા.

 

(6:31 pm IST)