Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

હિંમતનગરના યુવાનોએ પક્ષીઓને ગરમીથી બચાવવા ઝાડ પર પાણીનો છટકાવ કર્યો

સાબરકાંઠા: જિલ્લામાં અત્યારે કાળઝાર ગરમી પડી રહી છે ત્યારે તેના કારણે માનવીઓ, પ્રાણીઓ તથા અન્ય મુંગા પક્ષીઓ ત્રાહીમામ પોકારી ગયા છે ત્યારે મંગળવારે હિંમતનગરના કેટલાક યુવાનોએ બગીચા વિસ્તારમાં આવેલ ઝાડ પર ઉધા માથે લટકતી વાગોળને ગરમીથી બચાવવા માટે નગરપાલિકાના સહયોગથી ઝાડ પર પાણીના ફુવારા મારી વાગોળોને બચાવવા કામગીરી કરી હતી. આ અંગે હિંમતનગરના કેટલાક જીવદયાપ્રેમીના જણાવાયા મુજબ સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ૪૨ ડીગ્રીથી વધુ ગરમી પડી રહી હોવાને કારણે ખાસ કરીને પક્ષીઓ આ ગરમી સહન ન કરી શકતા તેમના મોત થાય છે. જેથી આ પક્ષીઓને માનવતાના ધોરણે અનેક જીવદયાપ્રેમીઓ વિવિધ નુસખા અજમાવી ગરમીથી રાહત અપાવતા હોય છે. દરમિયાન હિંમતનગરના બગીચા વિસ્તારમાં વર્ષોથી ઝાડ પર ઉધી લટકતી અને વાગોળના નામે ઓળખાતા આ પક્ષીઓ ૪૨ ડીગ્રીથી વધુ ગરમી પડે તો તેઓ સહન કરી શકતી નથી અને ટપોટપ જમીન પર પડતા મોત નિપજે છે. જેથી મંગળવારે હિંમતનગરના કેટલાક જીવદયાપ્રેમી યુવાનોએ નગરપાલિકામાંથી ફાયરબ્રીગેડના ફાયર ફાઈટરો બોલાવી પ્રેસરથી ઝાડ પર પાણીનો છંટકાવ કરાવ્યો હતો. અને આ કામગીરી આગામી અઠવાડીયા સુધી ચાલુ રાખવા માટે નક્કી કરાયુ છે.

 

 

(6:28 pm IST)