Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

ગર્ભ પરીક્ષણ કરનારા ૩૫ ડોકટરો સામે ૧૭ વર્ષથી કેસ ચાલુ! ચૂકાદા આવ્યા નથી

આવા તબીબોનાં કિલનિકનાં સીલ ખૂલી ગયાં પણ દાયકાથી કોઇ નિવેડો ન આવ્યો

રાજકોટ, તા.૨૩: અમદાવાદ પ્રતિબંધિત હોવા છતાં ગર્ભ પરીક્ષણ કરતા જિલ્લાના ૩૫ તબીબો સામે કેસ કરાયા છે. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે વર્ષ ૨૦૦૧માં આ કેસ કર્યા હતા. જોકે આશ્યર્યની વાત એ છે કે ૧૮ વર્ષ થવા છતાં એક પણ તબીબ સામે કેસ સાબિત થઈ શકયો નથી. એક ફરિયાદીનું મૃત્યુ પણ થઈ ચૂકયું છે, છતાં કાયદાની આંટીદ્યૂંટીને કારણે એક પણ કેસનો નિકાલ થઈ શકયો નથી.

જિલ્લામાં ૯૪૦ સોનોગ્રાફી સેન્ટર કાર્યરત છે, જેમાં ૧૨૦૦થી ૧૩૦૦ સોનોગ્રાફી મશીન છે. ગર્ભપરીક્ષણ અંગે ગેરરીતિની ફરિયાદ મળતાં પીએન્ડડીટી વિભાગ સોનોગ્રાફી મશીન સીલ કરે છે પરંતુ તબીબો કોર્ટનો આઙ્ખર્ડર મેળવી સીલ ખોલાવી ફરીથી ગર્ભ પરીક્ષણ કરતા હોવાનું વિભાગનાં સૂત્રોનું કહેવું છે.

શહેરમાં વર્ષ ૨૦૧૪-૧૫માં ૨૪૧૧, ૨૦૧૫-૧૬માં ૩૨૧૧, ૨૦૧૬-૧૭માં ૨૫૨૮ અને એપ્રિલથી ઓગસ્ટ, ૨૦૧૭ સુધીમાં ૯૫૯ ગર્ભપાત કરાયા હતા. ગર્ભ પરીક્ષણ, ગર્ભપાત રોકવા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા ધિ પ્રિનેટલ ડાયગ્નોસ્ટિક ટેકિનકસ એકટ, ૧૯૯૪ (પીએન્ડડીટી) ૧૯૯૬થી અમલમાં લવાયો હતો પણ ગુજરાતમાં આ કાયદાનું અમલીકરણ કરતાં ૩થી ૪ વર્ષ લાગ્યાં અને ૨૦૦૧થી આ અંગે કેસ કરવાના શરૂ કરાયા હતા.

કોપોરેશનના હેલ્થ વિભાગે સેજપુર બોઘાના હર્થ ડિજિટલ એકસ-રે કિલનિકમાંથી તાજેતરમાં જ ગર્ભ પરીક્ષણ કરનારા એકસ-રે ટેકિનશિયને ૧૩ હજાર હતો.ડમી મહિલા પાસેથી ટેકિનશિયને ૧૩ હજાર લઈને ડોકટરની ગેરહાજરીમાં સોનોગ્રાફી કરી હતી. હેલ્થ વિભાગે આ અંગે નીકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.કોર્પોરેશનના હેલ્થ વિભાગે સૈજપુર બોદ્યાના હર્ષ ડિજિટલ એકસ-રે કિલનિકમાંથી તાજેતરમાં જ ગર્ભ પરીક્ષણ કરનારા એકસ-રે ટેકિનશિયનને ઝડપ્યો હતો.

(4:03 pm IST)