Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

ટ્રાન્સપોર્ટરોને ત્યાં 'સ્ટેટ જીએસટી'ના દરોડા

દિલ્હી - અમદાવાદના ટ્રાન્સપોર્ટરોને ત્યાં કાર્યવાહી કરાઇ : ઇ-વે બિલ વગરનો માલ, જથ્થો તેમજ આવક-જાવકના પુરાવા તપાસ્યા

રાજકોટ તા. ૨૩ : સ્ટેટ જીએસટી વિભાગે મંગળવારે અમદાવાદ શહેરના સારંગપુરની જિનિંગ મિલ કમ્પાઉન્ડમાં ટ્રાન્સપોર્ટ પેઢીમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટ્રાન્સપોર્ટરોની ઓફિસ-ગોડાઉનમાં ઇ-વે બિલ વગરનાં માલના જથ્થાં તેમજ આવક - જાવકનાં પુરાવા સહિતની તપાસ કરી હતી.

દિલ્હીથી અમદાવાદના ટ્રાન્સપોર્ટ પેઢીઓમાં જીએસટી વિભાગે હાથ ધરેલી તપાસ મોડે સુધી ચાલી હતી. આથી મસમોટી ચોરી ખૂલવાની શકયતા જીએસટી વિભાગના અધિકારીઓએ વ્યકત કરી છે.

અગાઉ જીએસટી વિભાગ દ્વારા ટ્રાન્સપોર્ટરોને ઇ-વે બિલના ગોટાળા અંગે નોટિસ આપવા છતાં ઇ-વે બિલના ગેર વ્યવહારો ચાલુ રહેતા કાર્યવાહી હાથ ધરાઇ હતી.

રાજય બહારથી આવતી ટ્રકો વહેલી સવારે શહેરમાં એન્ટ્રી લઇ લે છે અને નાના વાહનોમાં ત્વરિત માલ રવાના કરી દેવામાં આવે છે. જેથી સ્ટેટ જીએસટીના ૧૦ કરતા વધારે ટુકડીઓ દ્વારા સવારે ૬ વાગે ટ્રાન્સપોર્ટ પેઢીઓમાં દરોડા પાડવાના શરૂ કર્યા હતા. મોડે સુધી કાર્યવાહીનો ધમધમાટ ચાલુ રહ્યો હતો.

(3:18 pm IST)