Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

ઘઉંની આયાત ડયુટીમાં ફરી ૧૦ ટકાનો વધારો

સસ્તી આયાતને રોકવા માટે સરકારે ડયુટી વધારીને ૩૦ ટકા કરીઃ ઘઉંની સરકારી ખરીદી વિક્રમી સપાટીએ પહોંચી

રાજકોટઃ સરકારે ઘઉંની આયાત ડયુટી ફરી એકવાર વધારો કર્યો છે. છેલ્લા એક મહિલા ડયુટી વધારાશે, પરંતુ આખરે સરકારે ઘઉંની આયાત ડયુટીમાં ૧૦ ટકાનો વધારો કરીને ૩૦ ટકા આયાત ડયુટી કરી છે, જે અત્યાર સુધી ૨૦ ટકા હતી.

 કેન્દ્ર સરકારે ગત વર્ષે  ઘઉંની આયાત ડયુટી ૨૦ ટકા ડયુટી લાદી હતી, પરંતુ હાલનાં તબ્બકે વૈશ્વિક બજારમાં ભાવ નીચા હોવાથી આયાત પડતર બેસે છે જેને પગલે સાઉથની મીલો ઘઉંની આયાત કરી રહી છે. બીજ તરફ દેશમાં ચાલુ વર્ષે  ઘઉંનું બમ્પર ઉતપાદન થવાનો અંદાજ  છે.

 કેન્દ્ર સરકારના ત્રીજા આગોતરા અંદાજ પ્રમાણે દેશમાં ચાલુ વર્ષે  ઘઉંનું ૯૮૬.૧ લાખ ટનું ઉત્પાદન થવાનો અંદાજ છે, જે ગત વર્ષે ૯૮૫ લાખ ટન થયું હતુ. આમ  ઘઉંનું ઉત્પાદન વિક્રમી સપાટીએ પહોંચવાનો અંદાજ હોવાથી  ઘઉંની  આયાત ચાલુ વર્ષે થાય તો  ઘઉંનાં ભાવમાં ઘટાડો થઇ શકે છે, જેને પગલે સરકારે આયાત ડયુટીમાં વધારો કર્યો છે.

(2:58 pm IST)