Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

બગોદરા પાસે ભુસાની આડમા લાખોનો દારૂ ઝડપાયો

૪૯૦ પેટી દારૂ, ટ્રક સહિત રૂ.૩૦.૩૮ લાખનો મુદ્દામાલ જપ્ત

વઢવાણ તા.૨૩: બગોદરા હાઇવે ઉપર હજુ ટેન્કરમાં ઝડપાયેલ દારૂની તપાસ ચાલુ છે ત્યાજ વળી બગોદરા હાઇવે ઉપર ભંુસાની આડમાં લઇ જવાતાં ૪૯૦ પેટી દારૂ આર-આર સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.

રાજસ્થાનમાંથી મોટા પ્રમાણમાં વિદેશીદારૂ સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કરાવી રહ્યો છે ત્યારે આવા સૌરાષ્ટ્રમાં મોટાપાયે વિદેશી દારૂ ઘુસાડાતો હોવાની ચોક્કસ બાતમી-અમદાવાદ રેન્જના આઇ.જી.જાડેજાને મળતા જાડેજા દ્વારા અમદાવાદ આર.આર.સેલના નરેન્દ્રસિંહને સુચના અને લોકેસન આપવામાં આવતા- રાજસ્થાનથી ટ્રકમાં ભુસાની આડમાં ૪૯૦ પેટી કિમત રૂ.૨૨,૩૮,૦૦૦ની કિમતનો દારૂ અને ટ્રક મળી ૩૦,૩૮ લાખના મુદા માલ સાથે બગોદરા હાઇવે ઉપર આર.આર.સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.

દારૂના જથ્થા સાથે રાજસ્થાનના ટ્રકનો ચાલક રાજુરામ કેહરામ બિશ્નોઇ રે રાજસ્થાન વાળાની ધરપકડ કરવામાં આવેલ છે જયારે ઝડપાયેલ ડ્રાયવરની અમદાવાદ આઇ.જી જાડેજા દ્વારા પુછપરછ કરવામાં આવતા આ વિદેશીદારૂ પેટી ૪૯૦ ૨૦૧૦૦ નંગ બોટલો જેની કિમત રૂ.૨૨,૩૮૦૦ થાય છે જે દારૂ રાજસ્થાનથી ભરી બગોદરા થઇને ચોટીલા સુધીનુ લોકેશન મળ્યુ હતુ.

(2:58 pm IST)