Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

સરકારી તબીબોને ૬૨ વર્ષે નિવૃત થયા બાદ વધુ ૩ વર્ષ કરારથી નોકરી અપાશે

તબીબોની ખેચ નિવારવા સરકારનો નિર્ણયઃ પરિપત્ર પ્રસિધ્ધ

રાજકોટ, તા.૨૩: રાજય સરકારના સામાન્ય વહીવટ વિભાગે તા.૧૭-૦૫-૨૦૧૮ના રોજ પરિપત્ર બહાર પાડી ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યાઓ પર સરકારી કર્મચારીઓ અધિકારીઓને વય નિવૃતિબાદ કરારના ધોરણે નિમણૂક આપી શકવાની છુટ આપતો આર્દેશ કર્યો છે. પરિપત્રમાં જણાવાયું છે કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તબીબી સેવા/ તબીબી શિક્ષકો અને તબીબી કે જેઓની નિવૃતિ વય ૬૨ વર્ષ છે, તેમને ૬૨ વર્ષ પૂર્ણ થયા બાદ ૬૫ વર્ષ સુધી વયનિવૃતિ બાદ કરાર આધારિત નિમણૂંક સક્ષમ સતાની મંજૂરીથી આપી શકાશે. રાજય સરકાર હેઠળના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તબીબી સેવા/ તબીબી શિક્ષણ/ જાહેર આરોગ્ય પ્રભાગ હસ્તકના વર્ગ-૧ અને વર્ગ-૨ના તબીબી શિક્ષકો અને તબીબો કે જેઓની નિવૃતિ વય ૬૨ વર્ષ છે, તેમને ૬૨ વર્ષ પૂર્ણ થયા બાદ ૬૫ વર્ષ સુધી વયનિવૃતિ બાદ નીચેની શરતોને આધીન કરાર આધારિત નિમણૂંકની મુદ્દત સક્ષમ સતાની મંજુરીથી વિચારણા કરી શકાશે.

સંબંધિત વર્ગ-૧ અને વર્ગ-૨ના તબીબી શિક્ષકો અને તબીબોએ નિવૃતિ પહેલા સંમતિ આપવાની રહેશે. આ પ્રકારની કરાર આધારિત નિમણૂંક સીધી ભરતીથી કે બઢતીની પ્રક્રિયાથી ઉમેદવાર ઉપલબ્ધ થાય ત્યાં સુધીની જ રહેશે.

જાહેર આરોગ્ય વિષયક સેવાની જરૂરિયાત વાળા ગ્રામ્ય તેમજ અંતરિયાળ વિસ્તારોમાં કરાર આધારિત નિમણૂંક આપવા માટે પ્રાથમિકતા આપવાની રહેશે.ૅ  સંબંધિત વર્ગ-૧ અને વર્ગ-૨ના તબીબી શિક્ષકો અને તબીબીને ૬૨ વર્ષે વય નિવૃતિબાદ કરાર આધારિત નિમણૂંક દરમ્યાન એકત્રિત વેતન તરીકે સંબધિતને નિવુતિની તારીખે તેના પગારધોરણમાં જે કૂલ વેતન મળતુ હોય તે વેતનમાંથી મળતું મૂળ પેન્શન બાદ કરતા જે રકમ આવે તે રકમ માસિક એકત્રિત વેતનના દર તરીકે મળવાપાત્ર થશે.

(2:49 pm IST)