Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ 108 મોબાઈલ એપનું લોકાર્પણ કર્યું

અમદાવાદ : GVK ઈમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ 108 મોબાઈલ એપનું લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે નીતિનભાઈ  પટેલ, આરોગ્યમંત્રી કિશોરભાઈ  કાનાણી સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.

મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં 108 એમ્બ્યુલન્સ સેવાઓનું લોકાર્પણ કર્યું હતું

  આ સેવાઓને 108 મોબાઈલ એપ્લિકેશનથી જોડીને નાગરિકોને ઝડપી, સમયસર અને ત્વરિત સેવાઓ મળી રહેશે. આ મોબાઈલ એપના ઉપયોગથી 108ને કોલ કરનારી વ્યકિતનું ચોક્કસ સ્થળ ગૂગલ મેપના લેટ લોન્ગ સાથે મળી રહેશે. કોલ કરનારી વ્યક્તિને પણ 108 તેના સુધી કેટલા સમયમાં પહોંચશે, નજીકમાં કઈ ખાનગી કે સરકારી હોસ્પિટલ છે તે અંગેની તમામ જાણકારી આ એપના માધ્મયથી મળી જશે. આ સાથે જ ઇજાગ્રસ્ત વ્યક્તિને ક્યાં સ્થળે સારવાર માટે લઈ જવામાં આવી રહ્યો છે. તે અંગેની પણ માહિતી મળી રહેશે. જેથી ઇજાગ્રસ્તના સંબંધીઓને પણ ત્યાં પહોંચવામાં સરળતા રહેશે.

(12:47 pm IST)