Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

આણંદના લાંભવેલ નજીક ટેમ્પો અને ક્વાલીસ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બે ના મોત

લગ્નપ્રસંગમાં હાજરી આપ્યા બાદ પરત ઘર તરફ પરત ફરતા પરિવાને અકસ્માત નડ્યો

આણંદ નજીકના લાંભવેલ ગામના નીલકંઠ રીસોર્ટ પાસે આઈસર ટેમ્પો અને ક્વોલીસ કાર સાથે ધડાકાભેર અથડાતાં બેના મોત થયા હતા જ્યારે મહિલાને ગંભીર ઈજાઓ થવા પામી હતી. આ અંગે આણંદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.


   મળતી વિગત મુજબ કણજરી ગામના ગોયા તળાવ પાસે રહેતો જયેશ ઉર્ફે પપ્પુ લ-મણભાઈ વસાવા ગઈકાલે રાત્રીના સુમારે નજીકમાં જ રહેતા સંબંધી ફતેસિંહભાઈ તથા તેમના પત્ની કાજલબેનને પોતાની ક્વોલીસ કાર નંબર જીજે-૨૩, એ-૧૦૫૯માં બેસાડીને લાંભવેલ ગામે લગ્નમાં ગયા હતા. લગ્નપ્રસંગમાં હાજરી આપ્યા બાદ પરત ઘર તરફ જવા નીકળ્યા હતા. ક્વોલીસ કાર રાત્રીના સાડા અગિયાર વાગ્યાના સુમારે લાંભવેલના નીલકંઠ રીસોર્ટ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવી ચઢેલો આઈશર ટેમ્પો નંબર જીજે-૨૩, વી-૭૮૫૬ ધડાકાભેર અથડાતાં આગળના ભાગનો લોચો વળી જવા પામ્યો હતો. જેમાં ડ્રાયવર જયેશભાઈને માથામાં તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતુ. જ્યારે ફતેસિંહભાઈ અને કાજલબેનને ઈજાઓ થવા પામી હતી.

   ઘટનાની જાણ થતા જ આણંદ રૂરલ પોલીસ અને ૧૦૮ મોબાઈલ વાન તુરંત જ ઘટનાસ્થળે ઘસી ગયા હતા અને ઘવાયેલા દંપત્તીને સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા જ્યાં ફતેસિંહભાઈની હાલત વધુ ગંભીર હોય તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તેઓનું મોત થયું હતુ. અકસ્માત બાદ આઈસરનો ચાલક ટેમ્પાને ત્યાં જ મુકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે તેના વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

(11:05 am IST)