Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

સુરતમાં ક્લબના સ્વિમિંગ પુલમાં બાળકના મોત મામલે કોચની ધરપકડ

11 વર્ષીય હર્ષનું ડૂબી જતા મોત અંગે બેદરકારી ખુલી :બે માંથી એક કોચ અનક્વોલીફાઈ

સુરત: શહેરના કાપડિયા હેલ્થ ક્લબના સ્વિમિંગ પૂલમાં ડૂબી જતાં 11 વર્ષીય હર્ષ પોદ્દારનું મોત થયું હતું આ ઘટનામાં ગુનો નોંધ્યા બાદ તપાસના અંતે ખટોદરા પોલીસે સ્વિમિંગ પૂલ પર જેની જવાબદારી હતી.તેવા બેદરકારી દાખવનાર બે કોચની ધરપકડ કરી છે. બેમાંથી એક કોચ અનક્વોલિફાઇડ હોવાથી કાપડિયા હેલ્થ ક્લબના સંચાલકોની બેદરકારી પણ સપાટી પર આવી છે તેનાં પણ નિવેદનો લેવાશે અને તેને પણ ધરપકડ કરાશે. કોઈને પણ બક્ષવામાં નહીં આવે તેમ ખટોદરાના પોલીસ ઇન્સ્પેક્ટરે કહ્યું હતું. 

   અત્રે ઉલ્લેખનીય છે કે ગત તા. 16મીએ સાંજે પોણા છ વાગ્યે કાપડિયા હેલ્થ ક્લબના સ્વિમિંગ પૂલમાં ડૂબી જતાં હર્ષ પિંકેશભાઈ પોદ્દારનું મૃત્યુ થયું હતું. આ અંગે હર્ષની માતા પૂજાબહેને ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ગુનાની તપાસ કરી રહેલી પોલીસે અત્યાર સુધીમાં પાંચ વ્યક્તિનાં નિવેદનો લીધાં બાદ બેદરકારી દાખવનારા બે કોચની ધરપકડ કરી છે. જેમાં રિતેશ રામચંદ્ર મોરે અને કરણ અનિલ સાળંગનો સમાવેશ થાય છે.

(10:27 am IST)