Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

રાજપીપળા કોવિડ સ્મશાનમાં શુક્રવારે સાત મૃતદેહો આવતા અમુક મૃતદેહો વેઇટિંગમાં રાખવાની નોબત આવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મોત નો સિલસિલો યથાવત રહેતા વૈષ્ણવ વણિક સમાજ દ્વારા કાર્યરત કોવિડ સ્મશાન ખાતે શુક્રવારે સવારે સાત મૃતદેહો આવતા અંતિમવિધિ માં વેઇટિંગ માં રાખવામાં આવ્યા હતા .
જોકે સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ રાજપીપળા ના આ અંતિમ સંસ્કાર ના નિઃશુલ્ક સેવાકાર્ય ને એટલા માટે બિરદાવવું રહ્યું કેમકે સુરત જેવા મોટા શહેરોમાં આવીજ  પરિસ્થિતિ સમયે મૃતકોના અંતિમ સંસ્કાર વહેલા કરવા માટે હજારો રૂપિયા લેવાતા હોવાની બુમ સંભળાઈ હતી તેવા સમયે રાજપીપળા કોવિડ સ્મશાનમાં સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ ના સેવાભાવી હોદેદારો દ્વારા દરેક મૃતદેહો નિઃશુલ્ક અગ્નિદાહ અપાઈ તેની ખાસ તકેદારી આપી રહયા છે.જે ખરેખર સરાહનીય કાર્ય છે.

(10:56 pm IST)