Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

ચાકુનાં ૨૦ જેટલા ઘા ઝીંકી બે મિત્રોની ઘાતકી હત્યા

સુરતમાં મોડી રાત્રે ડબલ મર્ડરનો બનાવ : સુરતમાં ફરી ખૂની ખેલ, ઉઘના વિસ્તારમાં મંગલ, ધમો સહિત ત્રણથી ચાર શખ્સોએ બે મિત્રોની કરપીણ હત્યા કરી

સુરત,તા.૨૩ : સુરત શહેરમાં જાણે કે રક્તચરિત્ર અટકવાનું નામ ન લઈ રહ્યુ હોય તેવી સ્થિતિ ઉદભવી છે. કોરોનાકાળમાં પણ સતત  હત્યાની ઘટનાઓ બની રહી છે. ત્યારે ગતરોજ રાત્રે એક નહીં પણ એકસાથે બે યુવાનોની ઘાતકી હત્યાની ઘટના બનતા પોલીસ વિભાગ દોડતું થઇ ગયું હતું. જોકે, આ બંને યુવાનોની ચાકુનાં ૨૦ જેટલા ઘા માર કરપીણ હત્યા કરાતા ચકચાર મચી જવા પામી હતી. ઉધના પોલીસ વિભાગની હદમાં રેલવે ટ્રેક પાસે અજય અને રવિ નામના બે મિત્રોને કોઈ અદાવતમાં રહેંસી નાખવામાં આવ્યા છે. સુરતમાં ગુનાખોરી સતત વધી રહી છે ત્યારે સુરત શહેર હવે ક્રાઇમ સિટી બની રહ્યું છે. પોલીસની નિષ્ક્રિયતાને પગલે શહેરમાં સતત હત્યા, હત્યાનો પ્રયાસ લૂંટ બળાત્કાર જેવી ઘટના બની રહી છે ત્યારે ગતરોજ બનેલી ઘટના પગલે ચકચાર મચી જવા પામી છે.

સુરતના ઉધના વિસ્તારમાં આમતો ગુનાખોરીનો ગ્રાફ સતત ઉપર જતો હોય છે અહીંયા સામાન્ય બાબતે ૧૫ દિવસમાં બે હત્યા ની ઘટના સામે આવતી હોય છે. ત્યારે રેલવે ટ્રેક નજીક સરાજાહેર ગળુ કાપી બે યુવાનો ૨૦ જેટલા ઘા મારી હત્યા કરવામાં આવી. હતો જોકે એક સાથે બે યુવાનોનાં ડબલ મર્ડરની ઘટના બનતા સમગ્ર વિસ્તાર ચકચાર મચી જાવા પામી હતી. જોકે આ બંને યુવાનો મિત્ર હતા. મૃતક યુવકોનું નામ અજય અને રવિ હતું.

 હત્યાનાં પગલે પોલીસ સાથે ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક બનાવ વાળી જગ્યા પર દોડી જઈને આ મામલે તપાસ શરૂ કરી હતી. ત્યારે પોલીસને જાણકારી મળી હતી કે અંગત અદાવતમાં મંગલ, ધમો સહીત ત્રણથી ચાર ઇસમોએ મળી હત્યાને અંજામ આપ્યો છે. જોકે એકસાથે બે હત્યા ઘટના બનતા પોલીસે ડબલ હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની શોધ ખોળ શરૂ કરી છે. જોકે આ વિસ્તારમાં સતત આવી ઘટનાઓને લઈને પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા થવા પામ્યા છે. ત્યારે આ બંને યુવાનની હત્યા કયા કારણોસર કરવામાં આવી છે તે સાથે પોલીસ આરોપી સુધી ક્યારે અને કેવી રીતે પહોંચે તે જોવાનું રહ્યું.

(10:04 pm IST)