Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

દેશમાં કોરોનાને લઈને ઓક્સીજન ઘટથી મૃત્યુ પામતા દર્દીઓ માટે સંવેદના જગાવતા વડાપ્રધાન : ઓક્સિજનનો પુરવઠો દર્દીઓ સુધી સમયસર પહોંચે તે જોવા રાજ્યના મુખ્યમંત્રીઓને અપીલ

ઓક્સિજનની સપ્લાય ઉપર સતત વોચ અને નિયંત્રણ રાખવા પોલીસને પણ સતર્ક રહેવા જણાવ્યું છે : રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાએ જિલ્લા પોલીસવડા ને ઓક્સિજન વિતરણ પર નજર રાખવા તાકીદ

ગાંધીનગર : રાજયભરમાં COVID-19થી સંક્રમિત અનેક લોકોની અલગ-અલગ હોસ્પીટલ અને આઈસોલેશન સેન્ટરોમાં સારવાર ચાલી રહી છે. આ સારવારનો એક મહત્વનો ભાગ ઓક્સીજન વાયુનો જથ્થો છે. આ ઉપરાંત જે દર્દીઓ ઘરે સારવાર લઈ રહ્યા છે, તે પૈકો અનેકને ધરે પણ ઓક્સીજનના સીલીન્ડરથી ઓક્સીજન ઉપર રહેવાની જરૂર પડે છે. આવા સંજોગોમાં આખા દેશમાં ઓક્સીજનની માંગ ખૂબ વધ્રી ગયેલ છે. જેથી મેડીકલ સારવાર માટે વધુમાં વધુ ઓક્સીજન મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્રારા દેશમાં કુલ ઉત્પાદીત ઓક્સીજનનો ૧૦૦% જથ્થો મેડીકલ સારવાર માટે આપવા નિર્ણય કરવામાં આવેલ છે.

અગાઉ આ જથ્થાસમાંથી અમુક હિસ્સો ઔષ્યોગીક એકમોના વપરાશ માટે આપવામાં આવતો હતો. પરંતુ હવે અમુક આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલ હોય તે સિવાયની કોઈ ઈન્ડસ્દ્રીને ઓક્સીજન મળી શકક નશ્ડિ. આ બાબત આજ રોજ માન. વડાપ્રધાનશ્રી દ્રારા તમામ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ સાથે કોરોનાની પરિસ્થિતિ અંગેની સમીક્ષા કરવા રાખવામાં આવેલ વિડિયો કોન્ફરન્સમાં પણ ઓક્સીજનનો તમામ જથ્થો દર્દીઓને મળી રહે તે સુનિશ્ચિત કરવા ઉપર ભાર મૂકવામાં આવેલ છે. આ માટે પોલીસ વિભાગને પણ આ બાબત ઉપર નજર રાખવા જણાવવામાં આવેલ છે.

આ અનુસંધાને રાજ્યના પોલીસ વડા શ્રી આશીષ ભાટિયાનાઓ દ્વારા પણ રાજ્યમાં ઉપલબ્ય થતાં ઓક્સીજનનો તમામ પુરવઠો મેડીકલ વપરાશ માટે જ ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવા તમામ જીલ્લા/શહેરના પોલીસ વડાને આદેશ કરેલ છે.

આ માટે ઓક્સીજનના ઉત્પાદન, વિતરણ અને સ્ટોરેજના સ્થળો ઉપર પોલીસ દ્વારા ચેકોંગ, પેદ્રોલીંગ અને વોચ રાખવામાં આવશે. જ્યાં આવશ્યકતા હશે ત્યાં પોલીસ ગાર્ડ મૂકોને ઓકસીજનની કોઈ કાળા બજારી અથવા ગેરકાયદે વપરાશ ન થાય તે જોવામાં આવશે. જરૂર જણાય ત્યાં ઓક્સીજનના મોટા જથ્થાની ઉત્પાદન કે વિતરણના સ્થળેથી તેના વપરાશના સ્થળ સુધીના ટ્રાન્સપોર્ટેશન વખતે પણ પોલીસ સુરક્ષા આપવામાં આવશે.

આ સંદર્ભ રાજ્યની ગુસર સંસ્થા (આઈ.બી) દ્રારા પણ વોચ રાખવામાં આવશે. પોલીસ દ્વારા કોવીડ અનુસંધાને વષુ સઘન કામગીરી સતત ચાલુ છે. જેમાં છેલ્લા સસાહમાં પોલીસ દ્વારા થયેલ કામગીરી નીચે પ્રમાણે છે.

(8:02 pm IST)
  • ગુજરાતનું ગૌરવ સમાન રાજકોટના વરિષ્ઠ અને મહાન ધારાશાસ્ત્રી શ્રી નિરંજનભાઇ એસ. દફતરીનું આજરોજ તા.23/04/'21ના રોજ મોડી રાત્રે દુઃખદ નિધન થયું છે. કોરોનાએ વધુ એક દિવ્ય રત્ન છીનવી લીધું... access_time 11:22 pm IST

  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એક આદેશ જાહેર કર્યો છે અને પોલીસતંત્રને કહ્યુ છે કે સ્કુટર ચાલકો અને મોટર ચાલકો પાસેથી માસ્ક પહેર્યુ ન હોય તે સિવાય બીજો કોઈપણ દંડ હાલના સંજોગોમાં વસૂલવો નહિં access_time 6:08 pm IST

  • બિહારના દાનાપુરમાં ૧૮ લોકો ભરેલી ગાડી ગંગા નદીમાં ખાબકી : ૯ લોકોના મૃતદેહ મળ્યા : ૬ લોકોની શોધખોળ હજુ ચાલુ : તમામ લોકો એક જ પરિવારના હોવાનું જાણવા મળે છે : આ તમામ દિયારાના અખીલપુરમાં વિધિ કરી પરત ફરી રહ્ના હતા access_time 12:15 pm IST