Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

૨૪ કલાકમાં ૫૨૦૦૦થી વધુ વાહનો:૧૮૪ કિલોમીટરનો રોડ, 7 જીઆઈડીસી અનેક વાહનોના અકસ્માત અટકાવવા એ ચેલેન્જ છે પણ પોલીસ તંત્ર ખડેપગે છે તેનુ ઉતમ ઉદાહરણ : હાઇવે પર ફસ્ટ ટ્રેક પર ચાલતા વાહનોને દંડવા સુરત ગ્રામ્ય ડીવાયએસપી સી.એમ.જાડેજા જાતે રોડ પર ઉતર્યા

(કાર્તિક બાવીશી દ્વારા )સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હાઇવે પર રોડ બરોજ અકસ્માત થઇ રહ્યા છે. આ અકસ્માતો અટકાવવા અને ગુનાખોરી ડામવા માટે સુરત ગ્રામ્યના કામરેજ ડિવિઝનના ડીવાયએસપી સી.એમ.જાડેજા જાતે હાઇવે પર પેટ્રોલિંગ કરી નાકાબંધી કરી કમગીરી કરી રહ્યા છે. તેમજ ફસ્ટ ટ્રેકના વાહનોને દંડી રહ્યા છે. રેન્જ એડી.ડીજી ડો રાજકુમાર પાંડિયનની સૂચના અને માર્ગદર્શન મુજબ ડીવાયએસપી સી.એમ.જાડેજા ક્રાઇમ કંટ્રોલ અને અકસ્માત કંટ્રોલ માટે જાતે રોડ પર ઉતર્યા છે. તેમના હદ વિસ્તારમાં નવાગામ, કામરેજ, પીપોદરા, માંગરોળ, સાયણ, કોસંબા અને ફેસ્ટીવ પાર્ક જીઆઇડીસી છે. આ જીઆઇડીસીમાં ભારે વાહનોની અને લોકોની અવર જવર રહેતી હોય છે. તેમના અકસ્માતો અટકાવવા તેમની આગેવાનીમાં સમગ્ર સ્ટાફ કામે લાગ્યો છે. તેમના દ્વારા તેમના હદ વિસ્તારના 184 કિમીના રોડ પર સતત પેટ્રોલિંગ થતું રહેતું હોય છે. જેને લઇ ગુનેગારો ભૂગર્ભમાંથી ઉતરી ગયા છે. અહીં એક દિવસમાં 52 હજારથી વધુ વાહનો પસાર થતા હોવાનું ટોલનાકામાં નોંધાયું છે. આટલા ભારે ટ્રાફિક પર કાબુ મેળવવા તેમની પોલીસ સતત દોડતી રહે છે. જેના કારણે અકસ્માતોની પ્રમાણ ઘટ્યું હોવાનું જાણવા મળ્યું છે. તેમના અંદર આવતા કામરેજ, ઓલપાડ, કીમ, ઉમરપાડા, કોસંબા, માંગરોડ અને મહિલા પોલીસ સ્ટેશન આવે છે. તેઓ આ પોલીસ મથકોની સતત મુલાકાત લઇ સ્ટાફને માર્ગદર્શન પુરું પાડી રહ્યા છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગુનાખોરી પર પણ સારો એવો કંટ્રોલ આવ્યો છે.

(7:46 pm IST)