Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહેતી નેપાળની મહિલા પર દુષ્કર્મ ગુજારવાના આરોપસર ત્રણ આરોપી ચાર દિવસના રિમાન્ડ પર

અમદાવાદ: શહેરના દાણીલીમડા વિસ્તારમાં રહેવા આવેલી મહિલા પર દુષ્કર્મ કરી હત્યા કરવાના કેસમાં ત્રણ આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ .આર. પટેલે મંજૂર કર્યા છે. પોલીસ તરફથી રજૂઆત કરાઇ હતી કે પરિણીતા નશામાં રહે તે માટે તેને ડ્રગ્સની ૧૫ ગોળી ખવડાવવામાં આવી હતી.

કેસની વિગત એવી છે કે દાણીલીમડામાં રહેતી પરિણીતા કામ સબબ ચંડોળા તળાવ તરફ જઇ રહી હતી અને રિક્ષાની રાહ જોઇ રહી હતી. તે દરમિયાન રિક્ષમાં આવેલા આરોપીઓ રાજુ રામજીભાઇ સોલંકી ઉર્ફે વટાણોઇમરાન ઇકબાલ હુસેન સલાટ  અને ઇસ્માઇલખાન વજીરહુસેન સલાટ આવ્યા હતા અને મહિલાને રિક્ષામાં બેસાડી હતી. ત્યારબાદ મહિલાને બળજબરીથી ડ્રગ્સની પાંચ ટેબલેટ ખવડાવી હતી. ત્યારબાદ પરિણીતા નશાની હાલમાં આવતા તેને રાજુ સોલંકીના ઘરે લઇ ગયા હતા અને ત્યાં સામુહિક દુષ્કર્મ કર્યુ હતુંજે દરમિયાન પરિણીતાનું મૃત્યુ થયું હતું.

કોર્ટમાં પોલીસ તરફથી સરકારી વકીલ જયેશ યાદવે રજૂઆત કરી હતી કે તપાસમાં ખૂલ્યું છે કે આરોપીઓએ ડ્રગ્સની ૧૫ ગોળીઓ પીડિતાને ખવડાવી હતી અને પીડિતા અવાજ કરે તે માટે તેના મોં પર ડૂચો મારવામાં આવ્યો હતો. આરોપીઓ નશાની ગોળીઓ ક્યાંથી લાવ્યા હતા અને ગુનામાં વપરાયેલી સી.એન.જી. રિક્ષા ્ત્યારે ક્યાં છે તે જાણવા આરોપીઓની પોલીસ કસ્ટડીમં હાજરી જરૃરી છે. પોલીસની દિવસના રિમાન્ડની માગણી સામે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

(5:52 pm IST)