Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

મોડાસાના ભેરુંડા નજીક પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ થતા હાજરી લીટર પાણીનો જથ્થો વેડફાયો

મોડાસા: ભેરૂન્ડા પાસે એસ.કે.ટુ યોજનાની પાઈપ લાઈનમાં ફરી ગુરૂવારના રોજ  ભંગાણ સર્જાયું હતું.જેને લઈ હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. છેલ્લા એક માસમાં વખત પાણીની લાઈનમાં લીકેજ થતાં નબળી કામગીરી દેખાઈ આવી હતી. એસ.કે.ટુ  યોજના હેઠળ ભેરૂન્ડા,બોરડી,કોલવડા સહિતના ગામોમાં પીવાનું પાણી પુરૂ પાડવા નખાયેલ પાઈન લાઈનમાં વારંવાર ભંગાણ સર્જાયે છે.

પીવાના પાણી માટે નખાયેલ એસ.કે.ટુ યોજના હેઠળની પાઈપ લાઈન કરોડોના ખર્ચા પછી પણ શોભાના ગાંઠીયારૂપ નીવડી રહી છે. કામમાં વેઠ ઉતારાઈ હોય તેવું સ્પષ્ટ પણે દેખાઈ રહયું છે. વારંવાર પાઈપ લાઈનમાં લીકેજ થતાં હજારો લીટર પા૬ીનો બગાડ થઈ રહયો છે. સત્વરે સમાર કામ હાથ ધરાય તેવી વિસ્તારના લોકોએ માંગ ઉઠાવી છે.  એસ.કે.ટુ યોજના હેઠળ ભેરૂન્ડા,બોડી,કઉં અને કોલવડા પંથકમાં પીવાનું પાણી પુરૂ પાડવા અંદાજે વર્ષ અગાઉ કરોડો રૂપિયાના ખર્ચે પાઈપ લાઈન નખાઈ હતી. પંથકના ગ્રામજનોને પીવાનું પાણી ઘેર બેઠા નર્મદાના નીર પહોંચાડવાની યોજના વારંવાર લીકેજ થઈ જતાં પીવાનું પાણી મેળવવાની રહી સહી યોજના ઉપર પાણી ફરી વળ્યું છે.  ભેરૂન્ડા પાસે અગાઉ ૧૩ એપ્રિલના રોજ પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો.ત્યારે પાઈપ લાઈનમાં ફરી એકવાર ગુરૂવારના રોજ લીકેજ થતાં પાણીનો મોટાપ્રમાણમાં વ્યય થયો હતો.  વારંવાર પાઈપ લીકેજ થતાં પાણીનો ખોટો બગાડ થઈ રહયો છે.એક માસમાં છઠ્ઠીવાર પાઈપ લીકેજ થતાં લોકોને પીવાનું પાણી મળતું નથી.હાલ ઉનાળાની ગરમીમાં પાણી માટે લોકો વલખા મારી રહયા છે. યોજના ની લાઈનમાં હલકી ગુણવત્તાની પાઈપો નખાયેલ હોઈ ભેરૂન્ડા અને હમીરપુર ગામ પાસે વારંવાર ભંગાણ સર્જાતા પંથકના ગ્રામજનો પીવાનું પાણી મેળવી શક્યા નથી. જેથી સત્વરે પાઈપ  લાઈનનું સમાર કામ હાથ ધરાય તેવી માંગ કરાઈ હતી.

(5:56 pm IST)