Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

બાયડ તાલુકાના ડેમાઈ ગામે લોકો દ્વારા પાંચ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું

બાયડ: તાલુકાના ડેમાઈ ગ્રામ પંચાયત દ્વારા તા. ૨૩મીથી પાંચ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યાર બાદ તા.૨૮--૨૦૨૧ થી ૩૦--૨૦૨૧ સુધી સવારે થી બપોરે -૦૦ વાગ્ય સુધી દુકાનો ચાલુ રાખવામાં આવશે. બંધ દરમિયાન દુકાનો ખોલનારને રૂ. પાંચ હજારોનો દંડ કરવામાં આવશે.

ડેમાઈ ગામ ખાતે આજુ-બાજુના અંદાજીત ૫૦૦ થી વધુ ઉપરાંતના લોકો ડેમાઈ ખાતે મુલાકાત લેતા હોય છે.  બિયારણની દુકાનઅનાજની દુકાનકાપડની દુકાનતેલીબીયા દુકાનદવાઓ તેમજ શાકભાજી લેવા માટે ડેમાઈ ખાતે આવવું પડતું હોય છે. તેથી કોરોના મહામારીના અનુંસધાને તા.૨૩--૨૦૨૧ થી તા.૨૭--૨૦૨૧ સુધી સંપુર્ણ પણે પંચાયત તથા ડેમાઈ વહેપારીઓ દ્વારા લોકડાઉન જાહેર કરવામાં અપીલ કરવામાં આવી છે.

હાલ કોરોના વાયરસના કેસો કુદકે ને ભુસકે જોવા મળ્યા પ્રજાજનો હાલની પરિસ્થિતિમાં કોઈ માસ્ક કે સેનેટાઇજનો ઉપયોગ કરતા નથી. હાલ બાયડ તાલુકામાં કોરોના વાયરસના કેસો વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. તેથી ડેમાઈ પંચાયત દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે તા.૨૩--૨૦૨૧ થી તા.૨૭--૨૦૨૧ સુધી લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે.  જો દુકાન ચાલુ રાખનારને ૫૦૦૦ હજારનો દંડ તેમજ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જો આગામી સમયમાં ડેમાઈ માં કોરોના કેસો વધુ પ્રમાણમાં જોવા મળશે. તો તા.૨૮--૨૦૨૧ થી તા.૩૦--૨૦૨૧ સુધી દુકાનો સુપુર્ણ બંધ રાખવામાં આવશે. આવશ્યક સેવાઓ ચાલુ રાખવામાં આવશે.

(5:47 pm IST)