Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

ગાંધીનગર એલસીબીની ટીમે બાતમીના આધારે વાવોલના ચરેડી વાસના મકાનમાં દરોડા પાડી જુગાર રમતા આંઠ શખ્સોને રંગે હાથે ઝડપી પાડયા

ગાંધીનગર:જિલ્લામાં જુગારની પ્રવૃતિ વધી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમે બાતમીના આધારે વાવોલના ચરેડી વાસના મકાનમાં દરોડો પાડીને જુગાર રમતાં આઠ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે જુગારીઓ પાસેથી ર૧ હજાર ઉપરાંતની રોકડ કબ્જે કરીને જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૃ કરી છે.

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા થોડા સમયથી જુગારની બદી વધી રહી છે ત્યારે કોરોના કાળમાં લોકો ઘરની બહાર નીકળવાનું પસંદ નથી કરી રહયા ત્યારે કેટલાક ઈસમો ઘરમાં જુગારની પ્રવૃતિ ચલાવતાં હોય છે ત્યારે જિલ્લામાં પ્રકારની પ્રવૃતિ અટકાવવા માટે જિલ્લા પોલીસ વડાએ આપેલી સૂચનાના પગલે એલસીબી પીઆઈ જે.જી.વાઘેલાએ સ્ટાફના માણસોને એલર્ટ રહી કામગીરી કરવા માટે તાકીદ કરી હતી. જેના પગલે એલસીબીની ટીમ વાવોલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન કો.અનોપસિંહને બાતમી મળી હતી કે વાવોલના બળીયાદેવ મંદિર પાસે ચરેડીવાસમાં રહેતા ઘનશ્યામસિંહ હેમતુજી ગોલ તેના મકાનમાં કેટલાક ઈસમો ભેગા કરીને તીનપત્તીનો જુગાર રમાડે છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડતાં ઘનશ્યામસિંહ હેમતુજી ગોલચરેડીવાસમાં રહેતા વિપુલસિંહ બનુજી ગોલપ્રકાશસિંહ લાલસિંહ ગોલપાણીની ટાંકી રહેતા શંકરસિંહ રજુજી ગોલનવાવાસમાં રહેતા નરેન્દ્રસિંહ વિજયસિંહ ગોલદરબારવાસમાં રહેતા જીતેન્દ્રસિંહ કચરાજી ગોલગોહીલવાસમાં રહેતા સતીષસિંહ અમરસિંહ ગોહિલ અને સે-૧પ ફતેપુરામાં રહેતા સુરેશ કનુભાઈ રાવળને જુગાર રમતાં ઝડપી પાડયા હતા. તેમની પાસેથી ર૧ હજાર ઉપરાંતની રોકડ કબ્જે કરીને જુગારધારા હેઠળ સે- પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

(5:46 pm IST)