Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

વડોદરા:ગ્રીન હાઉસની જાહેરાત આપી ભાગીદારી કરવાના નામે એક શખ્સે 22 લાખની ઠગાઈ આચરતા પોલીસ ફરિયાદ

વડોદરાઃ ફેસબુક પર ગ્રીન હાઉસ માટે લોનની જાહેરાત આપી ભાગીદારી કરવાના નામે એક વ્યક્તિ સાથે રૃા.૨૨ લાખની ઠગાઇ કરવાના કિસ્સામાં પોલીસે ઠગની ધરપકડ કરી છે. ન્યુ સમાની અભિલાષા સોસાયટીમાં રહેતા અને વજનકાંટા રીપેરિંગનું કામ કરતા જીતેન્દ્રભાઇ પરમારે પોલીસને કહ્યું હતું કે, ફેસબુક પર ગ્રીન હાઉસની જાહેરાત જોઇ દોઢ વર્ષ પહેલાં મિતુલ અશ્વિન દોશી (રહે. ઇશાનિયા ફ્લોરેઝા,ઉંડેરા)નો સંપર્ક કરતાં તેમણે સરકાર પછાત વર્ગ માટે ૭૦ ટકા સબસીડી આપે છે તેમ કહી રૃા.૪૫ લાખના રોકાણની વાત કરી રૃા.૨૨લાખ મારી પાસે લીધા હતા.

પરંતુ ત્યારબાદ મિતુલે વારંવાર વાયદા કર્યા હતા અને આપેલા ચેકપણ બાઉન્સ થયા હતા.રૃા.૨૨ લાખના રોકાણ માટે મેં મારૃં મકાન પણ વેંચી દીધું હતું.આખરે તેમણે ધમકી આપી જે કરવું હોય તે કરી લેજો તેમ કહી હાથ ઉંચા કરી દીધા હતા. એસસીએસટી સેલના અધિકારીએ બનાવ અંગે ગુનો નોંધી તપાસ કરી હતી.પરંતુ આરોપીનો પત્તો લાગતો નહતો.ક્રાઇમ બ્રાન્ચે વોન્ટેડ આરોપીને ઝડપી પાડી ફતેગંજ પોલીસને સોંપ્યો છે.

(5:44 pm IST)