Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

સુરતમાં સંગીતના માધ્યમથી કોરોના દર્દીઓ આનંદ મેળવી શકે તે માટે કેર સેન્ટરમાં મ્યુઝિક કોન્સર્ટ યોજાઇ

સુરત: કોઈ લાઈવ કોન્સર્ટમાં રેપ સોંગ સાંભળાતા હોય છે, પરંતુ સુરતમાં કોવિડ કેર સેન્ટરમાં પ્રોફેશનલ રેપર દ્વારા દર્દીઓને રેપ સોંગ સંભળાવવામાં આવ્યા હતા. સુરતની સોચ સંસ્થા દ્વારા ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેથી સંગીતના માધ્યમથી દર્દીઓ આનંદ મેળવી શકે. રતમાં કોરોના કેસ સેન્ટરમાં મ્યૂઝિકલ કોન્સર્ટ યોજાઈ હતી. જેમાં પ્રોફેશનલ રેપરે દર્દીઓને તેનું દર્દ ભૂલાવવા મદદ કરી હતી.

સુરત જિલ્લામાં જે રીતે કોરોના પોઝિટિવ કેસો વધી રહ્યા છે. તેને લઇ તમામ હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. પરિવારથી દૂર દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. ત્યારે સારવાર દરમિયાન તેમને આનંદ અને સકારાત્મક ઊર્જા મળી રહે તે માટે અનેક સંસ્થાઓ અવનવા પ્રયોગ કરી રહી છે. સુરતમાં આવી જ એક સંસ્થાનું નામ એક સોચ્ છે. જેને દર્દીઓને આનંદિત કરવા માટે સંગીત અને હાસ્ય થેરપી આપવા માટે પ્રોફેશનલ રેપરને કોવિડ કેર સેન્ટર લઈ ગયા હતા. જ્યાં રેપર અંકિત અને આર્ય દ્વારા કોરોનાના દર્દીઓને હિન્દી ગુજરાતીમાં રેપ સોંગ રજુ કરી આનંદિત કરવામાં આવ્યા હતા.

આ બંને રેપર વર્લ્ડ રેકોર્ડ પણ બનાવી ચૂક્યા છે. 365 દિવસમાં 365 ગીતો રજુ કરી આ રેકોર્ડ તેઓએ સર્જ્યો છે. ત્યારે બંને પ્રોફેશનલ રેપર PPE કીટ પહેરીને દર્દીઓ સામે ગીતો રજૂ કરતા જોવા મળ્યા હતા. તો દર્દીઓ પણ તેમની સંગીતમય દુનિયામાં ક્ષણભર માટે ખોવાઈ ગયા હતા.

(4:48 pm IST)