Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

ચણા, રાયડો, તુવેરની ટેકાના ભાવે ખરીદી સ્થગિત

કોરોના સંક્રમણને અનુલક્ષીને સરકારનો નિર્ણયઃ ૧૦ મે સુધી ખરીદી નહિં

રાજકોટ તા. ર૩: રાજય સરકારે નાગરિક પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે થતી ખેતી પેદાશોની ખરીદી કોરોનાના કારણે અટકાવી છે. ૧૦ મે સુધી તમામ કેન્દ્રો પર ખરીદી સ્થગિત કરી દેવામાં આવી છે.

તુવેરની ખરીદી ૧ ફેબ્રુઆરીથી અને ચણા તથા રાયડાની ખરીદી ૮ માર્ચથી શરૂ થયેલ દરરોજ ખેડૂતોને મેસેજ કરીને ખેત ઉપજ વેચવા આવવા માટે બોલાવાતા હતા કોરોનાનું સંક્રમણ વધતા તા. ૧૦ મે સુધી ટેકાના ભાવની તમામ ખરીદી અટકાવી, આ કામગીરીમાં રોકાયેલા સ્ટાફને તેમની મુળ કચેરીમાં મોકલી દેવા ખેતી નિયામકે નિગમ મારફત જિલ્લા તંત્રોને સુચના આપી છે.

(11:06 am IST)