Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

આણંદ તાલુકાના રામનગર નજીક અજાણ્યા વાહનની હડફેટે 55 વર્ષીય મહિલા મોતને ભેટી

આણંદ: તાલુકાના રામનગર ખાતે રહેતા બુધાભાઈ બબુભાઈ ચૌહાણના પત્ની મંજુલાબેન ઉ. વ. ૫૫)આજે સવારના સુમારે પશુઓ માટે ચારો લેવા માટે નેશનલ હાઈવે પર આવેલા અડાસ નજીકના સૂર્યદીપ નર્સરી નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આઠેક વાગ્યાના સુમારે આણંદથી વડોદરા તરફ પુરપાટ ઝડપે જતા કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતાં તેમને માથામાં તથા હાથે પગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેથી તેમને ૧૦૮ મોબાઈલ વાન દ્વારા સારવાર માટે વાસદની સરકારી હોસ્પિટલમાં લઈ જતાં હતા ત્યારે રસ્તામાં જ અવસાન થયું હતુ. 

આ અંગે વાસદ પોલીસે ટક્કર મારીને ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. 

(5:49 pm IST)