Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

કપડવંજ તાલુકાના ચીખલોડા નજીક બાઈક ઝાડ સાથે અથડાતા એકનું મોત: એકની હાલત ગંભીર

કપડવંજ: તાલુકાના ચિખલોડ ગામમાં રાવળવાસ વિસ્તારમાં રહેતાં જગદીશભાઈ ઈશ્વરભાઈ રાવળ (ઉં.વ ૨૭) આજરોજ બપોરના સમયે પોતાના હોન્ડા કંપનીના નંબરપ્લેટ વગરના બાઈક પર પાછળ સાહેદ પ્રકાશભાઈ રાઠોડને બેસાડી રામપુરા સીમ નજીકથી પુરપાટ ઝડપે પસાર થઈ રહ્યાં હતાં. તે દરમિયાન સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી બેસતાં બાઈક રોડની સાઈડ પર ઉતરી જઈ લીમડાંના ઝાડ સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં પ્રકાશભાઈ ઠાકોરને સામાન્ય ઈજા થઈ હતી. જ્યારે બાઈકચાલક જગદીશભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

(5:48 pm IST)