Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

મને ચોકીદાર નહીં, પણ વડાપ્રધાન જોઇઅે છેઃ હાર્દિક પટેલ

અમદાવાદ :લોકસભાના ત્રીજા તબક્કામાં આજે ગુજરાતની 26 સીટ માટે મતદાન થઈ રહ્યું છે. આજે પીએમ મોદી, અમિત શાહ, આનંદીબેન પટેલ, પરેશ ધાનાણી, અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ સહિતના દિગ્ગજોએ મતદાન કર્યું છે. ત્યારે મતદાન સમેય કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે ચોકીદાર શબ્દને લઈને શાબ્દિક પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, મને ચોકીદાર નહિ, પણ વડાપ્રધાન જોઈએ છે.

કોંગ્રેસી નેતા હાર્દિક પટેલે  હાર્દિક પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, ચોકીદાર શોધવો હશે તો હું નેપાળ જતો રહીશ, પણ મને દેશ માટે વડાપ્રધાન જોઈએ છે. જે દેશની અર્થવ્યવસ્થાને, શિક્ષાને, યુવાઓ, જવાનોને મજબૂત કરી શકે. મને ચોકીદાર નહિ, પરંતુ વડાપ્રધાન જોઈએ છે.

હાર્દિક પટેલે આજે એક ટ્વિટમાં લખ્યું છે કે, લોકતંત્રનો પર્વ એટલે કે મતદાન. હું ઈલેક્શનનો ભાગ બનીને દેશને મજબૂત બનાવવા માટે મારો વોટ આપીને આવ્યો છું. મારો વોટ દેશને સારા અને સાચા વડાપ્રધાન બનાવવા માટે છે. કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ, ભારત માતા કી જય...

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમા બીજેપી અધ્યક્ષ અમિત શાહ સહિત 370 અન્ય ઉમેદવાર ઈલેક્શન મેદાનમાં છે. ગત લોકસભા ઈલેક્શનમાં બીજેપીને 26 26 સીટ પર જીત મળી હતી. તો બીજી તરફ, હાઈકોર્ટના સ્ટેને કારણે હાર્દિક પટેલ ચૂંટણી લડી શક્યા હતા, પરંતુ ઈલેક્શનમાં તેઓ કોંગ્રેસના સ્ટાર પ્રચારક બન્યા હતા. જેના માટે કોંગ્રેસે તેમને વિવિધ સભાઓ માટે ચાર્ટર્ડ પ્લેન પણ ફાળવ્યું હતું.

(4:55 pm IST)