Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

પુનરાવર્તન માટે લહેર કે પરિવર્તન માટે અંડર કરંટ ? ઘેરૂ સસ્પેન્શ

મતદારોના અપાર ઉત્સાહથી રાજકીય પંડીતોમાં અનેક ચર્ચાઓ

રાજકોટ, તા. ર૩ : આજે યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં સવારથી જ મતદારોનો અભૂતપૂર્વ ધસારો રહેતા મતદારોનો આ ઉત્સાહ વર્તમાન ભાજપ સરકારના પુનઃરાવર્તન  માટેનો છે કે પછી સતતા પરિવર્તન માટેનો છે ? તે અંગે ઘેરૂ સસ્પેન્સ સર્જાયું છે.

આ અંગેની વિગતો મુજબ રાજકોટ-શહેર જિલ્લા સહિત ગુજરાતભરમાં યુવા મતદારો સહિત મતદારોએ મતદાન માટે સાવરથી જ ધસારો લગાવી હતી જેને કારણે બપોર સુધીમાં ૪૪ ટકા જેટલુ મતદાન નોંધાયું હતું અને સાંજ સુધીમાં ૬૦ ટકાએ મતદાન પહોંચવાનો અંદાજ છે ત્યારે મતદારોનો ઉત્સાહ કઇ તરફનો છે ? તેવા સવાલો ઉઠયા છે.

નોંધનીય છે કે ર૦૧૪માં ૬૩ ટકા મતદાને ભાજપનો સ્પષ્ટ બહુમતી મળી હતી ત્યારે આ વખતનું મતદાન પણ પુનઃરાવર્તનની લહેર છે કે પરિવર્તનનો અન્ડર કરન્ટ છે તે બાબત ચર્ચાનો વિષય બની છે.

આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોમાં થઇ રહેલુ ભારે મતદાન કોની તરફ વળે છે તે જોવાનું રહ્યું. મળતી માહિતી મુજબ અત્યારે ગુજરાતની વર્તમાન સ્થિતિ અંગે આઇબી એક રિપોર્ટ તૈયાર કરી રહ્યું છે અને તે ૪ થી ૪.૩૦ વાગ્યા સુધીમાં છેલ્લામાં છેલ્લી સ્થિતિની વિગતો સરકારને જણાવશે તેવું જાણવા મળે. છે.(

(3:45 pm IST)