Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

રાજ્યમાં અનેક જગ્યાઓ પર ઇવીએમમાં ખામી હોવાની ફરીયાદ ઉઠવા પામી

અમદાવાદ,તા.૨૩: રાજ્યના અનેક જિલ્લાઓમાં મતદાન કેન્દ્રો પર ઇવીએમ મશીનમાં ખાટી સામે આવી છે. અમદાવાદ, વલસાડ, મહેસાણા અને રાજકોટમાં અનેક મતદાન મથકો પર ઇવીએમમાં ખામી સામે આવી. અમદાવાદના મહંમદપુરામાં ઇવીએમ મશીન ખોટકાયુ છે. મહંમદપુરામાં સવારે મતદાન મોડુ શરૂ થયુ હતુ. અસારવા વિસ્તારમાં પ્રિસાઈડીંગ અધિકારીની ભૂલના કારણે મતદાનમાં વિલંબ થયો. પ્રિસાઈડીંગ અધિકારીને ઇવીએમ ઓપરેટ કરતા ન આવડતા અસારવા બુથ નંબર ૧૧૫માં મતદાન શરૂ થવમા વિલંબ થયો હતો..  રાજકોટના એસ્ટ્રોન વિસ્તારમાં ૪ ઇવીએમ મશીનમાં ખામી સર્જાઈ છે. શહેરના લોધિકા તાલુકાના રાતૈયા ગામમાં ઇવીએમમાં ખામી સર્જાઈ હતી. મહેસાણામાં પણ ઈફસ્ મશીનમાં ખરાબી સામે આવી. અને સોમનાથ રોડ પરથી સિદ્ધાર્થ સ્કૂલમાં પણ ઈવીએમ ખોરવાયુ હતુ. જયારે સૌરાષ્ટ્રના ભાવનગરમાં પણ ઈફસ્ ખોટકાયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે. ભાવનગર શહેરના ભરતનગરમાં આવેલ મંગલમ હોલ ખાતે ઈફસ્ ખોટકાયું છે.  મંગલમ હોલના બુથ નંબર ૨૪૧માં ઈવીએમ ખોટકાયું છે.

(3:45 pm IST)