Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

માતા હિરાબાએ દીકરા નરેન્દ્ર મોદીને ભેટમાં આપી ચૂંદડી

અમદાવાદ : વડાપ્રધાન મોદીએ પોતાના માતાધિકારનો ઉપયોગ કરતા પહેલા આજે ગાંધીનગર ખાતે માતા હિરાબાની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન માતાએ વડાપ્રધાનને ચૂંદડી ભેટમાં આપી હતી. રિપોર્ટ્સ પ્રમાણે હીરાબાએ પાવાગઢવાળી મહાકાળી માતાની ચૂંદડી પીએમ મોદીને ભેટમાં આપી છે.

મુલાકાત દરમિયાન મોદીએ માતાના હાલચાલ પૂછ્યા હતા, તેમજ તેમની સાથે સોફામાં બેસીના વાતચીત કરી હતી. મુલાકાત દરમિયાન માતા હિરાબાએ પીએમ મોદીનું મોડું મીઠું કરાવ્યું હતું, તેમજ મોદીને ચૂંદડી, નારિયેળ અને સાકર આપી હતી. દીકરા નરેન્દ્ર મોદીને ભેટ આપી રહેલા માતા હિરાબા તસ્વીરમાં નજરે પડે છે.

(11:54 am IST)