Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

નવસારી :જલાલપોરના કનેરા ગામે ઝીંગા તળાવ માટે જમીન ફાળવાતા ગ્રામજનોમાં ઉગ્રરોષ -રેલી

કલેક્ટરને આવેદન આપીને હુકમ રદ કરવા માંગણી ;ઉગ્ર આંદોલનની ચીમકી

 નવસારી જિલ્લાના જલાલપોરના કનેરા ગામે કલેક્ટરે 20 હેક્ટર જમીન ઝીંગા તળાવ માટે ફાળવતાં  ગ્રામજનોએ ઉગ્ર વિરોધ સાથે રેલી કાઢી કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું

   સ્થાનિકોનું કહેવું છે કે કલેક્ટરે ગ્રામપંચાયતની જાણ બહાર હુકમ કરીને ઝીંગા તળાવ માટે જમીન ફાળવી દીધી છે. આ જમીનનો ગૌચર તરીકે ઉપયોગ થાય છે. ઝીંગાના તળાવોને કારણે પર્યાવરણ જોખમાઈ રહ્યું છે અને જમીનની ફળદ્રપતા પણ ઘટી રહી છે.

   કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે. જેથી ચાર તળાવોના હુકમને રદ કરવા માગણી કરી છે. આ મામલે કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે. અને જો ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

(12:06 am IST)