Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

બાળાઓની સલામતી માટે તેમને દત્તક લેવા માટે જરૃર

સપાના પ્રમુખે કેન્દ્ર પર આકરા પ્રહારો કર્યા : મોંઘવારી, વીજભાવ, પેટ્રોલ-ડિઝલમાં ભાવ વધારા દ્વારા ઉઘાડી લૂંટ સામે જાનજાગૃતિ અભિયાન છેડવાની જાહેરાત

અમદાવાદ,તા. ૨૩ : ગુજરાત સહિત દેશભરમાં નાની બાળકીઓથી માંડી યુવતીઓ અને મહિલાઓ જાતીય સતામણીથી લઇ ભયંકર દુષ્કર્મનો ભોગ બનવાના કિસ્સા ચિંતાજનક હદે વધી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારના બેટી બચાવો, બેટી પઢાઓ અને મહિલા સુરક્ષા તેમ જ મહિલા સશકિતકરણના નારા ખોખલા અને પોકળ સાબિત થયા છે, ત્યારે હવે બાળકીઓની સામાજિક સુરક્ષા અને તેઓને આવા જાતીય સતામણી અને દુષ્કર્મનો ભોગ બનતી અટકાવવા કેન્દ્ર સરકાર અને રાજય સરકારે જન્મ નોંધણી સમયથી જ બાળકીને દત્તક લેવાની વ્યવસ્થા અમલી બનાવવી જોઇએ. અનાથ કે તરછોડાયેલી બાળકી નરાધમ તત્વોનો ભોગ બની શકે પરંતુ જો સરકારે આવી બાળકીઓ કે દિકરીઓને દત્તક લીધી હોય તો તેની છેડતીની કોશિશ પણ શકય નહી બને. સમાજમાં આવી સુરક્ષાત્મક અને વિશ્વસનીય વાતાવરણ ઉભુ કરવા કેન્દ્ર સરકારે બાળકીઓને દત્તક લેવા જેવા બાહોશ નિર્ણયને અમલમાં મૂકવો જ પડશે એમ અત્રે રાષ્ટ્રીય સમાજવાદી પાર્ટીના પ્રમુખ એસ.યુ.ચતુર્વેદીએ અમદાવાદની મુલાકાત દરમ્યાન જણાવ્યું હતું. રાષ્ટ્રીય સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ સૂર્યનાથ ચતુર્વેદીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતાં વધુમાં જણાવ્યું હતું કે, આજે ગુજરાત સહિત દેશભરમાં     પ્રજા વિવિઘ પરેશાનીઓ અને હાલાકીમાં પીસાઇ રહી છે. લોકોને તેમના મહેનત-પરસેવાના રૃપિયા એટીએમમાંથી મેળવવા મુશ્કેલ બન્યા છે. જીવન જરૃરિયાતની ચીજવસ્તુઓ મોંઘીદાટ બની છે તો શાકભાજીના ભાવો છાશવારે વધી રહ્યા છે. શિક્ષણ ક્ષેત્રે પણ ભ્રષ્ટાચાર અને વ્યાપાર ચાલી રહ્યો છે. કાળઝાળ ગરમીમાં વીજભાવ અને પેટ્રોલ-ડિઝલના ભાવો સામાન્ય પબ્લીક દઝાડી રહ્યા છે. ઘરવિહોણી ગરીબ જનતા ગરમીની લૂમાં શેકાઇ રહી છે અને ગરીબોની કસ્તૂરી ડુંગળી પણ જાણે હવે તેઓને ખાવા નસીબ રહી નથી. દેશભરમાં સામાન્ય જનતા આવા ભયાનક દર્દ અને પરેશાનીઓ સાથે ઝઝુમી રહી છે ત્યારે કેન્દ્ર સરકારના અચ્છે દિનના તમામ દાવાઓ પોકળ અને વાહિયાત સાબિત થયા છે. વાસ્વતમાં મોદી સરકાર આવ્યા બાદ સામાન્ય જનતાની મુશ્કેલીઓ અને પરેશાનીઓ વધી છે. દેશમાં વધી રહેલી બળાત્કાર, દુષ્કર્મ સહિતની ઘટનાઓ અંગેના એક પ્રશ્નના જવાબમાં રાષ્ટ્રીય સમાજવાદી પાર્ટીના પ્રમુખ એસ.યુ.ચતુર્વેદીએ જણાવ્યું કે, માસૂમ બાળકીઓ, સગીર છોકરીઓ, યુવતીઓ અને મહિલાઓ પર જાતીય સતામણીથી લઇ દુષ્કર્મની ઘટનાઓ ઘણી જ ગંભીર, શરમજનક અને આઘાતજનક છે. આ પરિસ્થિતિના નિવારણ માટે કેન્દ્ર સરકારે કડક અને અસરકારક નિર્ણયો લેવા જ પડશે. ખાસ કરીને માસૂમ બાળકીઓ કે જેઓના જન્મની નોંધણી સમયથી જ તેઓને દત્તક લેવાની વ્યવસ્થા અમલી બનાવવી જોઇએ કે જેથી તેની પર સરકાર કે સત્તાધીશોની સુરક્ષાનો હાથ રહે. જેમ ટેલિફોન, વીજળી કે રેલ્વેની સંપત્તિ સાથે કોઇ છેડછાડ કરતા વિચારે છે તેમ બાળકીઓના કિસ્સામાં પણ કેન્દ્ર સરકારે તેમની જવાબદારી સરકાર હસ્તક લેવી જોઇએ. વીજળીના બીલમાં અસહ્ય અને કમરતોડ ભાવવધારાના બીલમાં આગામી દિવસોમાં ઇન્કમટેક્ષ ગાંધીજીના બાવલાથી સાબરમતી ટોરન્ટ પાવર સુધી એક વિશાળ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પક્ષનાસંખ્યાબંધ કાર્યકરો, આગેવાનો સહિત સેંકડો નાગરિકો રેલીમાં જોડાશે અને ટોરન્ટ પાવરની પ્રજા સાથે આચરાતી ઉઘાડી લૂંટનો જોરદાર વિરોધ કરાશે. તેમણે આગામી દિવસોમાં ઉપરોકત તમામ મુદ્દે જાનજાગૃતિ અભિયાન છેડવાની પણ જાહેરાત કરી હતી. 

(9:15 pm IST)