Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

ગરમીનો પ્રકોપ વધ્યો : પારો વધીને ૪૨થી પણ ઉપર થયો

હિટવેવની ચેતવણી જારી કરાતા લોકો સાવધાન : સુરેન્દ્રનગર ખાતે મહત્તમ તાપમાન ૪૨.૮ ડિગ્રી નોંધાયું

ગરમીનો પ્રકોપ વધ્યો : પારો વધીને ૪૨થી પણ ઉપર થયો

અમદાવાદ, તા.૨૨ : અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. અનેક જગ્યાઓ ઉપર પારો ૪૨થી પણ ઉપર પહોંચી ગયો છે. આજે અનેક વિસ્તારોમાં પારો એકાએક વધ્યો હતો. બીજી બાજુ હવામાન વિભાગ તરફથી સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગો, કચ્છ અને અન્ય વિસ્તારોમાં હિટવેવની ચેતવણી જારી કરવામાં આવી છે. આગામી બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઇ શકે છે. આજે સુરેન્દ્રનગરમાં સૌથી વધારે ગરમીનો અનુભવ થયો હતો. અહીં પારો ૪૨.૮ ડિગ્રી સુધી પહોંચ્યો હતો. અમદાવાદમાં પણ આવતીકાલે પારો ૪૧થી ઉપર પહોંચી શકે છે. બપોરના ગાળામાં વધતી ગરમીના કારણે લોકો હવે બહાર નિકળવાનું ટાળતા જનજીવન પણ ખોરવાઈ ગયું છે. આજે અમરેલીમાં ૪૨ સુધી પારો પહોંચ્યો હતો. હજુ પણ આગામી બે દિવસ દરમિયાન તાપમાનમાં ફેરફારની સ્થિતિ જોવા મળી શકે છે અને બેથી ત્રણ ડિગ્રી સુધીનો વધારો થઇ શકે છે. ગાંધીનગરમાં ૪૦.૫, વીવીનગરમાં ૩૯.૧, ઇડરમાં ૪૧.૬, વડોદરામાં ૪૧.૪, રાજકોટમાં ૪૧.૫, સુરેન્દ્રનગરમાં ૪૨.૮ અને કડંલા એરપોર્ટમાં ૪૦ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૦.૨ અને લઘુત્તમ તાપમાન ૨૩.૪ ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં મહત્તમ તાપમાન આવતીકાલે આજની સરખામણીમાં વધશે નહીં પરંતુ પારો ૪૧ની આસપાસ રહેશે. તીવ્ર ગરમીના પરિણામસ્વરૂપે જનજીવન ઉપર પણ પ્રતિકુળ અસર થઈ રહી છે. બપોરના ગાળામાં લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. રસ્તાઓ સુમસામ થઈ ગયા છે. હવામાન વિભાગ દ્વારા  ઉચા તાપમાનને લઇને કોઇ ચેતવણી જારી કરવામાં ન આવતા તંત્રે રાહતનો દમ લીધો છે. વધતી  ગરમી વચ્ચે  સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય-પાણીજન્ય રોગના કેસો નોંધાઈ રહ્યા છે. તીવ્ર ગરમી વચ્ચે સાવચેતી રાખવાની જરૂરિયાત દેખાઈ રહી છે. ગરમીના પ્રમાણમાં હાલમાં સતત ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં લોકોને વધુ ગરમીનો અનુભવનો સામનો કરવો પડી શકે છે. હાલમાં વધતા તાપમાની વચ્ચે પાણીથી ફેલાતી બિમારીના કેસોમાં વધારો થઈ રહ્યો છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા હિટવેવને લઈને પગલા લેવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં વધતી ગરમી વચ્ચે વધારે પાણી પીવાની સલાહ નિષ્ણાત તબીબો લોકોને આપી રહ્યા છે. અમદાવાદ શહેરમાં વધતી ગરમી વચ્ચે હવે ઘણી જગ્યાઓએ પાણીની પરબોની પણ લોકો દ્વારા શરૂઆત કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાણીજન્ય રોગના કેસોની વાત કરવામાં આવે તો એપ્રિલ મહિનાના માત્ર ૨૧ દિવસના ગાળામાં જ ઝાડા ઉલ્ટીના ૫૯૬, કમળાના ૧૫૯, ટાઇફોઇડના ૧૮૬ કેસ સપાટી ઉપર આવ્યા છે. એપ્રિલ ૨૦૧૭માં ઝાડા ઉલ્ટીના ૬૧૮ કેસ સપાટી ઉપર આવ્યા હતા. એપ્રિલ મહિનામાં ઝાડા ઉલ્ટીના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. કમળાના કેસો પર એપ્રિલ ૨૦૧૭ની સરખામણીમાં ઓછા નોંધાયા હોવા છતાં કોઈ નોંધપાત્ર ઘટાડો થયો નથી. મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો એપ્રિલ મહિનાના ૨૧ દિવસના ગાળામાં જ સાદા મેલેરિયાના ૧૬૪ કેસ સપાટી ઉપર આવ્યા છે. ઝેરી મેલેરિયાના ૧૫ કેસો નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યુના ૧૦ મામલા સપાટી ઉપર આવ્યા છે. જ્યારે ચિકનગુનિયાના ૩ કેસ નોંધાયા છે.

ગુજરાત : હોટસ્પોટ

સ્થળ.......................................... તાપમાન (મહત્તમ)

અમદાવાદ..................................................... ૪૦.૨

ડિસા................................................................. ૪૦

ગાંધીનગર.................................................... ૪૦.૫

ઇડર............................................................. ૪૧.૬

વીવીનગર.................................................... ૩૯.૧

વડોદરા......................................................... ૪૧.૪

સુરત............................................................ ૩૯.૪

વલસાડ........................................................ ૩૫.૯

અમરેલી........................................................... ૪૨

ભાવનગર..................................................... ૩૯.૭

રાજકોટ......................................................... ૪૧.૫

સુરેન્દ્રનગર.................................................... ૪૨.૮

ભુજ.............................................................. ૪૧.૪

નલિયા.......................................................... ૪૦.૮

કંડલા એરપોર્ટ................................................... ૪૦

કંડલા પોર્ટ..................................................... ૩૭.૧

મહુવા........................................................... ૩૯.૬

પોરબંદર....................................................... ૩૯.૬

દિવ.............................................................. ૩૫.૬

વેરાળવ........................................................ ૩૩.૯

(8:25 pm IST)
  • ઇન્સ. અનંત પટેલે જગદીશ પટેલનું નામ જાહેર કરતા પૂછપરછઃ આશિષ ભાટીયા : અમરેલીના ઇન્સ્પેકટર અનંત પટેલે એવો દાવો કરેલ કે પોલીસ વડા દ્વારા તેને આ ગુન્હા માટે મોકલવામાં આવેલ, આ નિવેદનના પગલે કરોડોના બીટકોઇન કૌભાંડમાં અમરેલીના પોલીસ વડા જગદીશ પટેલની પૂછપરછ કરાઇ રહી છેઃ સીઆઇડી ક્રાઇમના ડીજીપી આશિષ ભાટીયા access_time 4:46 pm IST

  • કર્ણાટકની ચૂંટણીમા ગરમાવો : ૨૯ એપ્રિલથી સતત ૮ દિવસમાં ૧૬ રેલીને સંબોધશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી access_time 12:56 am IST

  • મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં સુરક્ષા દળોએ વધુ 6 નક્સલવાદીઓને ફૂંકી માર્યા : અગાઉ રવિવારના રોજ કર્ણાસુર જંગલમાં સુરક્ષાદળોએ 16 નકસલવાદીઓને ઠાર કર્યા હતા : છેલ્લા 48 કલાકમાં, સુરક્ષા દળોએ 22 નક્સલવાદીઓને મારી નાખ્યા છે:સોમવારે અહારી તાલુકાના રાજારામ ખલ્લા ગામમાં છ માઓવાદીઓને પથ્થરોથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. access_time 1:23 am IST