Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

પાલનપુર સિવિલ હોસ્‍પિટલનું ખાનગીકરણ કરવા મુદ્દે MCIની ટીમ દ્વારા નિરીક્ષણઃ ખાનગીકરણનો આમ આદમી પાર્ટીનો વિરોધ

પાલનપુર સિવિલ હોસ્‍પિટલનું ખાનગીકરણ કરવા મુદ્દે MCIની ટીમ દ્વારા નિરીક્ષણઃ ખાનગીકરણનો આમ આદમી પાર્ટીનો વિરોધ

બનાસકાંઠાઃ બનાસકાંઠાના પાલનપુર સિવિલમાં ખાનગીકરણ મામલે MCI ની ટીમ પાલનપુર સિવિલ ખાતે ઇન્સ્પેક્શન કરવા આવી પહોંચી હતી.. સિવિલમાં MCI ની ટીમે દરેક હોલ અને દરેક વિભાગનું નિરીક્ષણ કર્યું હતું. તમામ ફેસિલિટીઝ ચેક કરાઇ હતી. પાલનપુર સિવિલમાં MCI ના ઇન્સ્પેક્શન દરમિયાન તમામ વોર્ડમાં દર્દીઓથી ઉભરાયેલા હતા અને દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા..જોકે એક કલાક બાદ દર્દીઓના વોર્ડમાં બેડ ખાલી હતા. તમામ દર્દીઓ ગાયબ હતા ત્યારે ક્યાંકને ક્યાંક એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે શું દેખાડા માટે જ દર્દીઓને અહીંયા લાવવામાં આવ્યા હતા. તે સમયે સિવિલના ખાનગીકરણનો વિરોધ કરવા આવી પહોંચેલા સિવિલ બચાવો સમિતિ અને આમ આદમી પાર્ટીના નેતાઓની પોલીસે અટકાયત કરી હતી અને તેમને પાલનપુર હેડક્વાર્ટર બાદ જુદા જુદા સ્થળે ફેરવી અને દિયોદર પોલીસ મથકે લઇ જવાયા હતા.

(8:08 pm IST)
  • અમરેલી:બીટ કોઈન મામલે એસ.પી.જગદીશ પટેલની ધરપકડ બાદ જીલ્લાની મુખ્ય બે બ્રાન્ચનુ વિસર્જન:એસ.ઓ.જી.બ્રાન્ચ ના 11 પોલીસ કર્મીને અન્ય પોલીસ સ્ટેશનમા કરાઇ બદલી: એલ.સી.બી ના 15 પોલીસ કર્મીના પરત અન્ય પોલીસ સ્ટેશનમા બદલી કરાઈ : ઇન્ચાર્જ એસ.પી.બી.એમ.દેસાઈએ કર્યા ઓડર access_time 1:13 am IST

  • અમરેલી SP જગદીશ પટેલની અટકાયત : સુરત બીટકોઈન કેસમાં LCB PI અનંત પટેલ બાદ આજે મોડી રાત્રે સીઆઇડી ક્રાઇમે અમરેલી SP જગદીશ પટેલની અમરેલીથી અટકાયત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. એસપી જગદીશ પટેલનું નામ, સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટના અપહરણના કિસ્સામાં પણ ખુલ્યું હતું અને રૂ. 12 કરોડના આ બીટકોઈન પડાવવાના કિસ્સામાં હવે પછી એક પૂર્વ ધારાસભ્યનો નમ્બર પણ આવી શકે છે તેમ ચર્ચાય રહ્યું છે. access_time 2:35 am IST

  • સીપીએમના નવા વરાયેલા જનરલ સેક્રેટરી સીતારામ યેચૂરીએ કહ્યું હતું કે અમારી કોમી દળોને રોકવા પહેલી પ્રાથમિકતા હશે. સીપીએમ કોંગ્રેસ સાથે રાજકીય જોડાણ નહીં કરે, પરંતુ સંસદમાં અને સંસદ બહાર તાલમેલ ચાલુ રહેશે. કેટલાંક અઠવાડિયાની અનિશ્ચિતતા બાદ આજે રવિવારે સીતારામ યેચુરી સર્વસંમતિથી સીપીએમના જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાયા હતા ત્યારબાદ તેઓ પ્રથમવાર પ્રતિક્રિયા આપી રહ્યાં હતા. access_time 1:15 am IST