Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

બોરસદમાં ત્રાટકેલા બે પશુચોરો કારમાં બે વાછરડાની ચોરી કરી રફુચક્કર

બોરસદ: શહેરના અશોકપાર્કની સામે આવેલા સીક્સ લેન પરના કાચા રોડ પરથી ત્રાટકેલા ગાયચોરો બે વાછરડાને સ્વીફ્ટ કારમાં ચોરીને ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે.

 


પ્રાપ્ત વિગતો અનુસાર આજે એક સફેદ કલરની સ્વીફ્ટ ડીઝાયર કારમાં કેટલાક ગાયચોરો ત્રાટક્યા હતા અને અશોક પાર્કની સામે આવેલા સીક્સ લેન રોડ જે કાચો હોય ત્યાં ખાસ ઝાઝી અવર-જવર રહેતી નથી ત્યાંથી બે વાછરડાને ચોરીને કારની પાછલી સીટ પર નાંખતા હતા. દરમ્યાન ત્યાંથી પસાર થતા એક જાગૃતજને જોતાં જ તેણે ગાયચોરોને પડકાર્યા હતા જેથી તેઓ કારમાં સવાર થઈને વઘવાલા તરફ ભાગ્યા હતા.

ઘટનાની જાણ બોરસદ શહેર પોલીસને કરવામાં આવતાં પોલીસે તપાસ હાથ ઘરી હતી પરંતુ કોઈ મળી આવ્યુ નહોતુ. હજી ગયા સપ્તાહે જ રખડતી ગાયોને ઝેરી વસ્તુ ખાવામાં આવતાં જ છ ગાયોના કરૂણ મોત નીપજ્યા હતા. ગૌપાલકો દ્વારા ગાયોને ફક્ત દોહવા પુરતી જ રાખવામાં આવતી હોય તેમ લાગી રહ્યું છે. ગોય દોહી લીધા બાદ તેને રસ્તે રઝડતી મુકી દેવામાં આવે છે. જેને લઈને ગાયચોરોને મોકળુ મેદાન મળી જવા પામ્યું છે. પોલીસ દ્વારા પણ સંવેદનશીલ એવા બોરસદ શહેરના મુખ્ય માર્ગો સહિત તમામ રસ્તાઓ ઉપર સીસીટીવી કેમેરા લગાવીને ગાયચોરીની પ્રવૃત્તિ અટકાવે તેવી લાગણી પ્રવર્તી રહી છે.

(6:09 pm IST)