Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

બીટકોઈન પ્રકરણઃ અમરેલીના બે પોલીસ કર્મચારી અને વકીલની જામીન અરજીનો કાલે ચૂકાદો

રાજકોટ, તા. ૨૩ :. બીટકોઈન પ્રકરણમાં અમરેલીના બે પોલીસ કર્મચારી અને એક વકીલની ધરપકડ બાદ તેમની જામીન અરજી માટેનો ચુકાદો કાલે આપવામાં આવશે.

બીટકોઈન પ્રકરણમાં સંડોવાયેલ અમરેલીના બે પોલીસ કર્મચારી અને વકીલની જામીન અરજી ઉપરની સુનાવણી આજે સેસન્સ કોર્ટમાં પૂર્ણ કરવામાં આવી છે. જેમાં સીઆઈડી ક્રાઈમે આરોપીઓને જામીન ન મળે તે માટે સોગંદનામુ રજુ કર્યુ છે.

જ્યારે આ પ્રકરણમાં કેતન પટેલે પણ કોર્ટમાં અરજી કરી છે. જેનો ચુકાદો પણ આવતીકાલ પર અનામત રાખવામાં આવ્યો છે.

(4:40 pm IST)