Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

કર્મચારીઓની નિવૃતિ સમયે સામાન્ય ભવિષ્ય નીધિના ચૂકવણામાં વિલંબ ટાળવા સૂચના

રાજકોટ એ.જી. કચેરીના સૂચનો ધ્યાને રાખવા પરિપત્ર

રાજકોટ, તા. ર૩ : રાજય સરકારના નાણા વિભાગે નાયબ સચિવ શૈલેષ પરમારની સહીથી તા. ૧૯ એપ્રિલ-ર૦૧૮ના દિવસે સામાન્ય ભવિષ્ય નીધિના આખરી ચૂકવણા માટે પરિષત્ર બહાર પાડયો છે.

પરિપત્રમાં જણાવાયું છે કે નાણા વિભાગના વંચાણે લીધેલ ઠરાવથી નિવૃત્ત થતા કર્મચારીઓના કિસ્સામાં તેઓની સામાન્ય ભવિષ્ય નીધિની આખરી ચૂકવણી સમયસર થાય તે માટે જરૂરી વિગતો એકાઉન્ટન્ટ જનરલ કચેરી, રાજકોટને પૂરી પાડવામાં આવે તેવી જોગવાઇ કરવામાં આવેલ છે. તેમ છતાં, વિભાગ, ખાતાના વડા અને કચેરીઓના વડા દ્વારા આ કામગીરી માટે જરૂરી દસ્તાવેજોની અધૂરી વિગતો સાથે એ.જી. કચેરીને મોકલવામાં આવે છે જેના કારણે કર્મચારીઓને સામાન્ય ભવિષ્ય નીધિને આખરી ઉપાડ વિલંબથી મળે છે.

આથી, આ વિલંબ ટાળવા માટે તમામ વિભાગો/તમામ ખાતાના વડાઓને નિવૃત્ત થતા કર્મચારીઓના કિસ્સામાં સામાન્ય ભવિષ્ય નીધિની આખરી ચૂકવણીની કામગીરી કરવા અંગે એ.જી. કચેરી, રાજકોટ દ્વારા જણાવવામાં આવેલ સૂચનો ધ્યાને રાખવા. (૮.૧૦)

(1:15 pm IST)