Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

નાપતોલનો ઓફલાઇન સ્ટોર હવે અમદાવાદમાં શરૂ કરાયો

ગુજરાતમાં નાપતોલનો પ્રથમ સ્ટોર ખુલતાં ફાયદો : ગ્રાહકો ટીવી પર દર્શાવ્યા મુજબની પ્રોડક્ટ પ્રાઇઝ ઓફર્સ, આકર્ષક કોમ્બો, ડીલ અને ડિસ્કાઉન્ટ પણ પ્રાપ્ત કરી શકશે

અમદાવાદ,તા. ૨૨ : દેશભરમાં પોતાની ઓફલાઇન ઉપસ્થિતિ વિસ્તારવાની મહત્વાકાંક્ષી યોજના અંતર્ગત ભારતની પ્રથમ ક્રમની હોમ શોપીંગ કંપની નાપતોલે કેરાલાના થ્રીસુર, ઇન્દોર બાદ હવે અમદાવાદમાં પંચવટી ખાતે ગુજરાતનો પ્રથમ અને પોતાનો ત્રીજો ઓફલાઇન સ્ટોર શરૂ કર્યો છે. શહેરના સીજી રોડ પર પંચવટી ચાર રસ્તા પાસે થર્ડ આઇ કોમ્પલેક્ષમાં આવેલા સ્ટોરનું આજે વિધિવત્ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેને પગલે હવે અમદાવાદમાં લાખો ગ્રાહકો કપડાં, ફુટવેર, એસેસરીઝ, ઇલેક્ટ્રોનિક્સ, મોબાઇલ, હોમ અને કિચન એપ્લાયન્સિસ, હેલ્થ અને ફિટનેસ પ્રોડક્ટસ સહિતની અનેકવિધ પ્રોડક્ટ્સ નોપતાલના ઓફલાઇન સ્ટોર પરથી ખરીદી શકશે. જયાં ગ્રાહકો ટીવી પર દર્શાવ્યા મુજબની પ્રોડક્ટ પ્રાઇઝ ઓફર્સ, આકર્ષક કોમ્બો, ડીલ અને ડિસ્કાઉન્ટ પણ પ્રાપ્ત કરી શકશે એમ અત્રે નાપતોલના સ્થાપક અને સીઇઓ મનુ અગ્રવાલ, બિઝનેસ હેડ મનીષ ચૌબે અને બ્રાન્ડ હેડ માનસ નાયકે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નાપતોલ દિન પ્રતિદિન ગુજરાત સહિત દેશભરમાં લાખો ગ્રાહકોની અદ્ભુત લોકચાહના મેળવી રહ્યું છે. નાપતોલ દેશભરમાં રોજના ૪૦ હજાર ગ્રાહકોને ઓર્ડર્સ પ્રોસેસ કરે છે. નાપતોલે છેલ્લા એક વર્ષમાં જ ૨૫ લાખથી વધુ મોબાઇલ ફોનનું વેચાણ કર્યું હતુ, જેમાં લગભગ તમામ સારી બ્રાન્ડ અને કંપનીઓનો સમાવેશ થાય છે. નાપતોલ પ્રથમ ટીવી અને ઇ કોમર્સ આધારિત પ્લેટફોર્મ છે કે જેના મારફતે ગ્રાહક ગુણવત્તાયુકત, વિશ્વસનીયતા અને સંતોષ મળી શકે તેવી અનેકવિધ પ્રોડક્ટસ ખરીદ કરી શકે છે. દેશભરમાં એક મહિનામાં અંદાજે ૫૦ કરોડથી વધુ લોકો સરેરાશ ૧૩ મિનિટ સુધી નાપતોલ હોમ શોપીંગ જુએ છે, તે જ રેશ્યો નાપતોલની અભૂતપૂર્વ લોકચાહના દર્શાવે છે. નાપતોલના સ્થાપક અને સીઇઓ મનુ અગ્રવાલ, બિઝનેસ હેડ મનીષ ચૌબે અને બ્રાન્ડ હેડ માનસ નાયકે વધુમાં ઉમેર્યું હતું કે, આગામી છ- આઠ મહિનામાં નાપતોલ દ્વારા આ પ્રકારના બીજા ૧૫થી વધુ ઓફલાઇન સ્ટોર ગુજરાતમાં ખોલવામાં આવશે., જેમાં અમદાવાદમાં બીજા ત્રણથીચાર ઓફલાઇન સ્ટોર ખુલશે. આ સિવાય સમગ્ર દેશની વાત કરીએ તો, દેશભરમાં નાપતોલ આગામી સમયમાં ૨૫૦થી વધુ ઓફલાઇન સ્ટોર ખોલવામાં આવશે.  અમદાવાદ શહેરમાં નાપતોલના ઓફલાઇનના સ્ટોરના પ્રારંભથી અમને શહેરી વિસ્તારમાં સ્થિર વૃધ્ધિ હાંસલ કરવામાં તથા યુવાનોને પસંદગીની ચીજવસ્તુઓ આકર્ષક ઓફર અને ડિસ્કાઉન્ટ સાથે ખરીદવામાં મદદ મળી રહેશે. તદુપરાંત, અમારા ગ્રાહકો શ્રેષ્ઠ કસ્ટમર સપોર્ટ અને હોમ ડિલીવરી સર્વિસિસ પણ મેળવી શકશે.

(9:18 pm IST)