Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

24મી જૂને શિક્ષણ સહાયકો ગાંધીનગરમાં રામધૂન બોલાવશે : ફિક્સ પગાર વધારા મુદ્દે મુખ્યમંત્રી - વડાપ્રધાનને ઈમેલ- પોસ્ટકાર્ડ લખશે

આગામી 18થી 23 જૂન દરમિયાન શિક્ષણ સહાયકો કાળી પટ્ટી પહેલીને વિરોધ કરશે

ગાંધીનગર : ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળની બેઠક યોજાઈ હતી જેમાં શિક્ષણ સહાયકોના ફિક્સ પગાર વધારા મુદ્દે ચર્ચા કરાઈ હતી  શિક્ષણ સહાયકોના પગાર વધારા મુદ્દે વડાપ્રધાન અને મુખ્યમંત્રીને રજૂઆત કરવા 3500થી વધુ શિક્ષણ સહાયકો ઇમેઇલ અને પોસ્ટ કાર્ડ દલખશે .
   આ  બેઠકમાં એમ પણ નક્કી કરાયું હતું કે  આગામી 18થી 23 જૂન દરમિયાન શિક્ષણ સહાયકો કાળી પટ્ટી પહેલીને વિરોધ કરશે. પોતાની માગણીઓને યોગ્ય ન્યાય નહીં મળતે 24મી જૂનના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષણ સહાયકો રામધૂમ બોલાવવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. બપોરના 12થી 2 વાગ્યા સુધી આ રામધૂન ચાલશે.
   અત્રે ઉલ્લેખનીય છેકે, ગુજરાત શિક્ષણ જગતમાં એક તરફ ફી મુદ્દે પણ વાલીઓ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. ઠેરઠેર રેલીઓ અને રસ્તા ઉપર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ફી મુદ્દે પણ વાલીઓને સરકાર તરફથી નરાવો કુંજરો વા જેવી પ્રતિક્રિયા મળી રહી છે. આવી સ્થિતિમાં શિક્ષણ સહાયકો પણ ફિક્સ પગારમાં વધારાની માંગ સાથે આગળ આવી રહ્યા છે. શિક્ષણ સહાયકોએ સરકાર સામે લડી લેવાનું મન બનાવી લીધું છે. પોતાની માંગને યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે એવું સુત્રો જણાવી રહ્યા છે.

 

(12:22 am IST)