News of Sunday, 22nd April 2018

રાજ્યની તમામ કોર્ટમાં લોક અદાલત યોજાઈ : અમદાવાદની રૂરલ કોર્ટમાં 11929 કેસ અને ફેમિલી કકોર્ટમાં 695 કેસ સમાધાન માટે મુકાયા

અમદાવાદ :રાષ્ટ્રીય લોકઅદાલતના ભાગરૂપે રાજ્યની તમામ કોર્ટમાં  લોકઅદાલતનું આયોજન થયેલ જેમાં અમદાવાદ ખાતે આવેલી રૂરલ કોર્ટમાં કુલ 11929 કેસ તથા ફેમિલી કોર્ટમાં 695 કેસ સમાધાન માટે મુકવામાં આવ્યા હતા  આ લોકઅદાલતના માધ્યમથી અનેક કેસોના સુખદ સમાધાન આવ્યા છે.

   અમદાવાદમાં આવેલી રૂરલ કોર્ટમાં કુલ 11929 કેસ સમાધાન માટે મુકવામાં આવ્યા હતા. સાથે જ અમદાવાદની ફેમિલી કોર્ટમાં આવેલી 6 કોર્ટમાં 695 જેટલા સિવિલ અને ક્રિમિનલ કેસ સમાધાન માટે મુકવામાં આવ્યા. જેમાંથી 386 જેટલા કેસોનું સુખદ સમાધાન આવ્યું છે.

(1:19 am IST)
  • કર્ણાટકની ચૂંટણીમા ગરમાવો : ૨૯ એપ્રિલથી સતત ૮ દિવસમાં ૧૬ રેલીને સંબોધશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી access_time 12:56 am IST

  • ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ દ્વારા ટુંક જ સમયમાં મહાભિયોગ મુદ્દે વિપક્ષી દળોની નોટિસ અંગે કોઇ નિર્ણય લેશે તેવી શક્યતાઓ : પ્રવાસ રદ્દ કરી દિલ્હી આવ્યા વેંકૈયા, કાયદા નિષ્ણાંતો સાથે મંત્રણા access_time 12:57 am IST

  • હું 'ફ્રીડમ ઓફ પ્રેસ'માં માનું છું: ચીફ જસ્ટીસ દિપક મિશ્રા : મીડિયાને હું રોકતો નથી કે અદાલત પ્રેસનું ગળુ રૃંધતી નથીઃ સુપ્રીમ કોર્ટમાં જય શાહને લગતી 'ધ વાયર'ની સ્ટોરી અંગે સુનાવણી દરમિયાન દેશના સર્વોચ્ચ ન્યાયાધીશે જાહેર કરેલ મંતવ્યો access_time 4:45 pm IST