Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

કોરોના વાયરસને પગલે અમદાવાદમાં મહિલા SHE TEAM સિનિયર સિટિઝનોની મદદે પહોંચી

ઘરે જઈ સેનેટ રાઈઝર અને માસ્ક આપવાની સાથે કોરોના વાયરસ અંગે માહિતગાર કરી જાણકારી આપી

અમદાવાદ : રાજ્યભરમાં કોરોના વાયરસના જે પોઝીટીવ કેસ મળી રહ્યા છે તેને પગલે અમદાવાદ પોલીસ વધુ સતર્ક બની છે ત્યારે  અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક સિનિયર સિટીઝનો એકલવાયુ જીવન જીવી રહ્યા છે. જેને મદદ પહોંચાડવા મહિલા SHE TEAM સીનીયર સીટીઝનના ઘરે જઈ સેનેટ રાઈઝર અને માસ્ક આપી રહી છે. સાથે જ કોરોના વાયરસ અંગે માહિતગાર કરી જાણકારી આપી રહી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે અનેક સિનિયર સિટીઝનોને ઘરેથી બહાર કેમ ન નીકળવું અને ખતરનાક બનેલા કોરોના વાઇરસ સિનિયર સિટીઝનોને પ્રકોપમાં ઝડપથી સંક્રમિત થઇ રહ્યા છે. જેને કારણે સોશિયલ ડિસ્ટન્સ બનાવી રાખવું અને શક્ય તેટલા બહારના લોકોને ઘરમાં પ્રવેશ ન આપવા માટે પણ કહેવામાં આવ્યું હતું. સાથે જ કેટલીક જીવન જરૂરિયાત વસ્તુઓ પોલીસ કર્મીઓને એક ફોનથી મેળવી શકાશે તે અંગે તે પણ માહિતગાર કર્યા હતા.

(11:39 pm IST)