Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

હોમ કવોરનટાઇનનો ભંગ કરનાર સામે કાર્યવાહી થશે

પરિવારના સભ્યોને ઘર બહાર ન નિકળવા સુચન : ૩૧ માર્ચ સુધી લોકોને પોતપોતાના ઘરોમાં રહેવા અપીલ

અમદાવાદ,તા.૨૩ : કોરોના ઇફેકટને લઇ રાજયના મહાનગરોમાં અમદાવાદને લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ આગામી તા.૩૧મી માર્ચ સુધી લોકોને પોતપોતાના ઘરોમાં રહેવા  અપીલ કરવામાં આવી છે. તો, સાથે સાથે હોમ કવોરન્ટાઇનનો ભંગ કરનારા લોકો સામે ગુનો નોંધી કાયેદસર કાર્યવાહી કરવાની ચીમકી પણ મ્યુનિસિપલ કમિશનરને ઉચ્ચારી હતી. મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતું કે, શહેરના બજારો, સિનેમાઘરો સહિત તમામ વસ્તુઓ બંધ છે. જે ખૂબ સારી બાબત છે. પરંતુ અમુક લોકો બધુ સામાન્ય હોય તેમ બહાર ફરી રહ્યા છે. લોકો પોતોની જવાબદારી નહીં સમજે તો આપણે તમામ મુશ્કેલીમાં મૂકાઈશું. કોરોના વાઇરસ સામેની લડત અને કટોકટીનો સામનો કરવા માટે આખા શહેરે પૂરી તાકાત લગાવવી પડશે.

        જો આવું નહીં થાય તો ખૂબ કપરા સંજોગો ઉભા થશે. તેમણે ઉમેર્યું કે, શહેરનો દરેક પરિવાર આવતા બે અઠવાડિયા સુધી જ્યાં સુધી જીવન અને મરણનો સવાલ હોય ત્યાં સુધી ઘરની બહાર ના નીકળે. કારણ કે તમે ઘરમાં છો ત્યાં સુધી સુરક્ષિત છો. પરિવારનો એક પણ સભ્ય બહાર જશે તો ચેપ લઇને આવશે. સમય આવી ગયો છે કે, બાળકોને ક્રિકેટ રમવા માટે બહાર ના મોકલીએ. વૃદ્ધો કે વડીલોને મોર્નીંગ વોક માટે ના મોકલીએ. દિવસમાં ઓછામાં ઓછી વખત બહાર નીકળીને જીવનજરૂરી વસ્તુઓ ઘરે લાવીએ. જો સુરક્ષાચક્ર તૂટશે તો આપણે બધા મુશ્કેલીમાં મૂકાઈશું. માતા અને બહેનોને ખાસ વિનંતી કે તેમના પરિવારના સભ્યોને ઘર બહાર નીકળવા દે. તબક્કે વિદેશથી આવેલા તમામ લોકોને ૧૪ દિવસ સુધી હોમ કવોરન્ટાઇનમાં રહેવા તેમણે તાકીદ કરી હતી અને હોમ કવોરન્ટાઇનનો ભંગ કરનારા લોકો સામે ગુનો નોંધી કાયેદસર કાર્યવાહી કરવાની ચીમકી પણ મ્યુનિસિપલ કમિશનરેે ઉચ્ચારી હતી.

(8:44 pm IST)