Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

નર્મદામાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નથી: વિદેશથી આવેલ એક વ્યક્તિ બહાર નીકળતા તેના ઘર પાસે પોલીસ પહેરો ગોઠવ્યોઃ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં અત્યાર સુધી કોઈ પોઝિટિવ કેશ મળ્યો નથી પરંતુ વિદેશથી આવતા ૨૫ જેવા લોકોને કોરન્ટાઇલમાં રાખવામાં આવ્યા હતા જેમાં હાલ ૧૭ જેટલા પ્રવાસીઓ હોમ કોરન્ટાઇલમાં રાખ઼વામાં આવ્યા છે અને ૧ ને આઇસોલેશન વોર્ડમાં મુકવામાં આવ્યા છે.તાજેતરમાં લંડનથી આવેલા બે વ્યક્તિઓએ હોમ કોરન્ટાઇલમાં રાખવામાં આવ્યા જેમાંથી એક બહાર નીકળતા તેના ઘર સામે પોલીસ પહેરો પણ બેસાડવામાં આવ્યો જયારે દરબાર રોડ પર ઓસ્ટ્રેલિયાથી પરત આવેલ દંપતીને પણ હોમ કોરન્ટાઇલ માં મુકાયા હોવાનું જાણવા મળ્યું હતું

(10:50 pm IST)