Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

અમદાવાદના મોલમાં 'ફેમિના મિસ ઇન્ડિયા-2019 ગુજરાત ઓડિશન ': 100 સ્પર્ધકોએ લીધો ભાગ

ગુજરાતી ફિલ્મોની જાણીતી અભિનેત્રી અને અભિનેતા હાજર રહ્યાં હતા.

 

અમદાવાદના આલ્ફા વન મોલમાંફેમિના મિસ ઈન્ડિયા-2019 ગુજરાત ઓડિશનયોજાયું હતું જેમાં પૂર્વ મિસ ગુજરાત અન મિસ ઈન્ડિયા સ્પર્ધકો તેમજ ગુજરાતી ફિલ્મોની જાણીતી અભિનેત્રી અને અભિનેતા હાજર રહ્યાં હતા.આગામી દિવસોમાં ફેમિના મિસ ઈન્ડિયા-2019નું આયોજન કરવામાં આવશે. જેના ભાગરૂપે મિસ ઈન્ડિયા-2019 ગુજરાત ઓડિશનનું આયોજન કરાયું હતું

  ઓડિશનમાં 100 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાંથી ફાઈનલ 13નું શનિવારે ઓડિશન લેવામાં આવ્યું હતું. રેમ્પ વોકક્વેશ્ચચન આન્સર સેશન રાખવામાં આવ્યું હતું. સેશનમાં જજ દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને જવાબો તથા સ્પર્ધકનો દેખાવ, તેનું ચાલવાનું, ડ્રેસિંગ સેન્સ ઓફ હ્મુમર વગેરેને ધ્યાનમાં રાખીને જજ દ્વારા 3 ફાઈનાલિસ્ટ નક્કી કરવામાં આવ્યા હતા. ફાઈનલ કરાયેલા સ્પર્ધકો આગળના રાઉન્ડ માટે ક્વોલિફાઈડ થઈવેસ્ટ ઝોન ફેમિના મિસ ઈન્ડિયા-2019માં ભાગ લેશે.

(11:38 pm IST)